Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીને જાતીય સતામણીના આરોપોથી મુક્ત

નવી દિલ્હી:ત્રણ સભ્યોની તપાસ સમિતિએ બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીને જાતીય સતામણીના આરોપોથી મુક્ત કર્યા છે. સમિતિએ બે મહિલાઓના આરોપો રદબાતલ કરતા જણાવ્યું કે, મહિલાઓ દ્વારા મૂકવામાં આવેલા આરોપો માત્ર કાલ્પનિક હતા. જોહરીને છેલ્લાં ત્રણ અઠવાડિયાથી કામથી દૂર રહેવા જણાવાયું હતું. તેઓ હવે પોતાના કામ ઉપર પરત ફરી શકે છે. સીઓએની સમિતિએ જોહરી સામેના આરોપોની તપાસ માટે એક સભ્યની જાતીય સંવેદનશીલ કાઉન્સિલિંગની ભલામણ કરી છે. મુદ્દે બે સભ્યોની પ્રશાસકોની સમિતિનું વલણ અલગ અલગ પડતું હતું. અધ્યક્ષ વિનોદ રાહે જોહરીને કામ ઉપર પરત ફરવાને મંજૂરી આપી દીધી હતી જ્યરે ડાયના એડુલ્જીએ કેટલીક ભલામણોના આધારે તેમના રાજીનામાની માગ કરી હતી. જેમાં કાઉન્સેલિંગનો પણ સમાવેશ થાય છે.

 

(5:43 pm IST)