Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

બાંગ્લાદેશનો ક્રિકેટર શાકિબ વિન્ડીઝ સામેની ટેસ્ટ સિરજમાં નહીં રમી શકે

નવી દિલ્હી:ઝિમ્બાબ્વે સામે ઘરઆંગણે શ્રેણીની હાર તરફ ધકેલાયેલા બાંગ્લાદેશે બીજી અને આખરી ટેસ્ટ જીતી હતી. સાથે તેઓ હારની નાલેશીમાંથી બચી ગયા હતા. હવે તેઓ ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે વિન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ અગાઉ બાંગ્લાદેશ માટે નિરાશાજનક સમાચાર રહ્યા હતા કે તેમનો કેપ્ટન શાકિબ સંપૂર્ણપણે ફિટ થઈ શક્યો નથી અને તે રમવા માટે અનિશ્ચિત છેશાકીબને સપ્ટેમ્બરમાં આંગળી પર ઈજા થઈ હતી અને તેના પર સર્જરી કરવામાં આવી હતી, જેના કારણે તે ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં રમી શક્યો નહતો. પછી ૩૧ વર્ષના ઓલરાઉન્ડરને તેના ફિઝિયોએ ફિટ જાહેર કર્યો હતો અને તેને વિન્ડિઝ સામેની બે ટેસ્ટની શ્રેણી માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે તે હજુ સંપૂર્ણપણે ફિટ લાગતો નથી અને કારણે તે રમવા માટે અનિશ્ચિત છે.ભારત પ્રવાસ પુરો કરીને બાંગ્લાદેશ પહોંચેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમને જીતનો આત્મવિશ્વાસ છે. ખાસ કરીને બાંગ્લાદેશની ભૂમિ પર ઝિમ્બાબ્વેના દેખાવને જોયા બાદ વિન્ડિઝના કેપ્ટન ક્રેગ બ્રાથવેઈટને સફળતાની આશા છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ બાંગ્લાદેશ ક્યારેય એક પણ ટેસ્ટ હાર્યું નથી. તેઓ અહી ટેસ્ટ જીત્યા છે અને એક ટેસ્ટ ડ્રો થઈ છે. હવે તેઓ રેકોર્ડને જાળવી રાખવાનો પ્રયાસ કરશેબંને દેશો વચ્ચે ૩૦મી નવેમ્બરથી ઢાકામાં બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. પછી બંને દેશો વચ્ચે ત્રણ વન ડે રમાશે અને ત્યાર બાદ ત્રણ ટી-૨૦ની સિરીઝનું પણ આયોજન થશે

(5:40 pm IST)