Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

યુએસ ઓપનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો ફ્રાન્સના આ ખેલાડીએ

સોંગા ઘૂંટણની ઇજામાંથી હજુ મુક્ત થઈ શકે તેમ નહીં હોઈ તેણે યુ એસ ઓપનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. યુએસ ઓપને આગામી ૨૭ ઓગસ્ટથી પ્રારંભ થઈ રહ્યો છે. ૩૩ વર્ષીય સોંગાએ ગત એપ્રિલમાં ઘૂંટણની સર્જરી કરાવી હતી પણ ચાર મહિનામાં જોઈએ તેવી મેચ ફિટનેસ પ્રાપ્ત નથી કરી શક્યો.સોંગાએ આશા સાથે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સિઝનમાં તે નહીં રમી શકે પણ આવતી સિઝનમાં અને આવતા વર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં તે રમવા ઉત્સુક છે. હજુ તેનામાં વિજયની ઇજાને કારણે કારર્કિદીમાં ભય છે તેને અવારનવાર ખસી જવું યોગ્ય છે અને તેનો દેખાવ પણ તેને કારણે સાતત્ય વગરનો રહ્યો છે. ખૂબ પ્રતિભાવન ખેલાડી કારણે હાલ વર્લ્ડ નંબર ૬૪માં ક્રમાંકે ફેંકાઈ ગયો છે.એક અરસામાં તે વર્લ્ડ નંબર પાંચ હતો. ૨૦૧૮ની ઓસ્ટ્રેલિયન ઓપનમાં તે રનર્સ અપ રહી ચૂક્યો છે. તે ૨૦૧૧, ૨૦૧૫ અને ૨૦૧૬ની યુએસ ઓપનની કવાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો.સોંગા સાથે સતત ત્રીજી ગ્રાન્ડ સ્લેમમાં રમી નથી રહ્યો. ૨૦૧૮માં ઇજાને લીધે તે મેચ રમ્યો છે. છેલ્લે તે ફેબુ્રઆરીમાં ભાગ લઈ શક્યો હતો.રશિયાનો વેસનિના, યુએસના બેલિસ અને ક્રોએશિયન બારોનીએ પણ યુએસ ઓપનમાંથી તેનું નામ પાછું ખેંચ્યું છે.સોંગાના સ્થાને યુએસ ઓપનમાં ઓસ્ટ્રેલિયાના જેમ્સ ડકવર્થને યુએસમાં રમવાની તક મળશે.

(5:13 pm IST)