Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ભણવામાં નબળા સૌરભ ચૌધરીએ એશીયન ગેઇમ્સની શુટીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

નવી દિલ્હીઃ એશીયન ગેેઇમ્સની શુટીંગ સ્પર્ધામાં મેરઠના ખેલાડી સૌરભ ચૌધરીએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. એશીયન ગેઇમ્સના ઇતિહાસમાં શુટીંગ સ્પર્ધામાં ભારતને ગોલ્ડ અપાવનાર આ પાંચમો યુવા ભારતીય ખેલાડી બન્યો છે. સૌરભ ચૌધરી અભ્યાસમાં ખુબ જ નબળો હતો અને અભ્યાસથી બચવા માટે તેણે શુટીંગ ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું અને શુટીંગમાં તેનું નિશાન એવું લાગી ગયું કે દેશ માટે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.

૧૦ મીટર એર પીસ્તોલમાં કમાલ કરનાર સૌરભ ચૌધરીના ઘરે ઉજવણી થઇ રહી છે. ૩ વર્ષ પહેલા શુટીંગમાં હાથ અજમાવનાર સૌરભ ચૌધરીએ પહેલી જ ઇન્રનેશનલ ગેઇમમાં ઉતકૃષ્ટ  પ્રદર્શન કર્યુ છે.

(4:31 pm IST)