Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

એશિયન ગેમ્સમાં ખો-ખો રમાશે

ઓલિમ્પિક કાઉન્સીલ ઓફ એશિયાએ આપી માન્યતા

ભારતની પરંપરાગત રમત ખો-ખોને ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાએ માન્યતા આપી છે. રવિવારે જકાર્તામાં મળેલી કાઉન્સિલની બેઠકમાં આ રમતને માન્યતા આપવાનો નિર્ણય લેવાયો છે. પરિણામે હવે એશિયન ઇન્ડોર ગેમ્સમાં ખો-ખોની રમતનું પ્રદર્શન કરાશે. એવી પણ શકયતા છે કે આગામી એશિયન ગેમ્સમાં આ રમતનો સમાવેશ કરવામાં આવશે. આ નિર્ણયનું સ્વાગત કરતાં યુનિયન સ્પોર્ટ્સ મિનિસ્ટર રાજયવર્ધન સિંહ રાઠોડે કહ્યું હતું કે ભારતીય રમત ખો-ખોને એશિયન ગેમ્સમાં માન્યતા મળી છે જે રમતજગતમાં ભારતના વધતા જતા પ્રભાવને દર્શાવે છે. ખો-ખોની રમત હવે ભારતની સરહદની બાર એશિયામાં તેમ જ ભવિષ્યમાં વિશ્વભરમાં રમાશે.(૩૭.૧)

(3:29 pm IST)