Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ભારતીય મહિલા હોકી - ટીમે કઝાખસ્તાનને ૨૧-૦થી હરાવ્યુ

એશિયન ગેમ્સની પોતાની બીજી મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે કઝાખસ્તાનની ટીમને ૨૧-૦થી હરાવી હતી જેમાં ચાર ખેલાડીઓએ ગોલની હેટ-ટ્રિક કરી હતી. ભારતીય ટીમ એક ગોલ ઓછો કરતાં એશિયન ગેમ્સનો રેકોર્ડ નહોતી તોડી શકી. અગાઉ ૧૯૮૨ની એશિયન ગેમ્સમાં ભારતે હોન્ગકોન્ગને ૨૨-૦થી હરાવ્યું હતું.(૩૭.૧)

(3:26 pm IST)