Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

ડ્રગ્સનું સેવન કરનાર ઓસ્ટ્રેલિયન હોર્સ રાઇડર ઓલિમ્પિકમાંથી સસ્પેન્ડ

 ટોક્યોઃ ઓલિમ્પિક પહેલાં ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો પડયો છે. ૨૩મી જુલાઇએ સત્તાવાર રીતે ગેમ્સનું ઉદ્ઘાટન થાય તે પહેલાં ઓસ્ટ્રેલિયાના હોર્સ રાઇડરને પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન હોર્સ રાઇડર જેમી કર્મોન્ડ ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો છે અને તેણે કોકેનનું સેવન કર્યું હોવાનો ઘટસ્ફોટ થયા બાદ તેને અનિિૃત સમય માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે. આ મામલો એક મહિનાનો જૂનો છે પરંતુ આ કાર્યવાહી ઓસ્ટ્રેલિયા તરફથી કરવામાં આવી છે. ૨૬મી જૂને તેનો ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ૩૬ વર્ષીય જેમીની ઓલિમ્પિકમાં પ્રથમ વખત ભાગ લેવાનો હતો. 

(2:54 pm IST)