Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

સેન્ટ ઝેવિયર્સ કોલેજ ખાતે ૨૩-૨૪મીએ કવોલિફાયર્સ રાઉન્ડ

બાસ્કેટબોલ ટુર્નામેન્ટનો સીટી કવોલિફાયર્સ રાઉન્ડ : ભારતની બાસ્કેટબોલ રમતમાં ક્રાંતિ લાવવા માટે તૈયારી

અમદાવાદ,તા. ૨૨ : રેડબુલ તેના ઇતિહાસમાં પ્રથમ વખત રેડ બુલ રેગિન લઇને ભારત આવી રહ્યું છે. આ ઉનાળામાં રેડ બુલ દેશભરના બોલરોને આ વૈશ્વિક ઉચ્ચ સહનશકિત સ્પર્ધામાં તેમની કુશળતા ચકાસવા આમંત્રણ આપે છે. તા.૬ઠ્ઠી એપ્રિલથી બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ ચેન્નાઇ, બેંગ્લોર, અમદાવાદ, ગોવા, હૈદ્રાબાદ, પુણે, મુંબઇ, એઝાવ, ગુવાહાટી, દિલ્હી, લુધિયાણા અને જયપુર સહિત ૧૨ શહેરોમાં યોજવામાં આવી રહી છે. અમદાવાદ સિટી કવોલિફાયર્સ અમદાવાદના સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં આવતીકાલે તા.૨૩મી એપ્રિલ અને તે પછીના દિવસે તા.૨૪મી એપ્રિલના રોજ યોજાશે. અમદાવાદ શહેરના વિજેતાઓ જૂનના પહેલા સપ્તાહમાં મુંબઇની રાષ્ટ્રીય ફાઇનલ્સમાં તેનો સામનો કરશે અને ભારતના વિજેતા વર્ષ પછીથી વર્લ્ડ ફાઇનલ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. રેડ બુલ રેઇન એ પ્રતિસ્પર્ધીને દૂર કરવા માટે શકય તેટલા મોટા પોઇન્ટ્સને એકત્રિત કરવાનો પ્રયાસ કરતી વખતે સહનશકિતનું એક પરીક્ષણ છે. આ ગેમમાં દરેક ટીમમાં ચાર ખેલાડીઓ સમાવાશે. નિયમિત રમત રમી રહે વહેલા તે પહેલા જે ટીમ ૨૧ પોઇન્ટ અથવા વધુ સ્કોર કરે છે, તે આગળ ધપે છે. રેડબુલ દેશભરમાં ટુર્નામેન્ટ કામગીરીના સંચાલન માટે ભાગીદાર તરીકે ઓન બોર્ડ પર્સ્યુટ ઇન્ડિયાને લાવ્યા છે. જે ભારતની બાસ્કેટબોલની રમતમાં અગ્રણી રમતોની મેનેજમેન્ટ કંપની છે.પર્સ્યુટ ઇન્ડિયાના સીઇઓ વિષ્ણુ રવિશંકરે જણાવ્યું કે, રેડબુલ સાથે ભાગીદારી કરવાથી અમે ઉત્સાહિત છીએ. કારણ કે, રેડબુલ રેઇને ભારતના તેમના ફલેક્સશીપ થ્રી બાય થ્રી ટુર્નામેન્ટને ભારતમાં પ્રોત્સાહિત કરે છે. રેડબુલ રેઇનને ભારતમાં ઘણા સ્તરે બાસ્કેટબોલને પ્રોત્સાહન મળશે. કારણ કે, આ ફોર્મેટમાં રાષ્ટ્રીય પ્લેટફોર્મ પર હરિફાઇ કરવામાં સહાયક બને છે અને રમતની ઉચ્ચ ઓકટેને ગતિએ પ્રેક્ષકોને ખુશી થશે.

(9:08 pm IST)
  • નરેન્દ્રભાઇ મમતાના ગઢમાંથી બીજી બેઠક ઉપરથી ચૂંટણી લડશે ? ગમે તે ઘડીએ જાહેરાત થવાની સંભાવના: અમિતભાઇ કોલકત્તામાં મહત્વની જાહેરાત કરે તેવી ભારે ચર્ચાઃ ટૂંક સમયમાં પત્રકારોને સંબોધશેઃ પશ્ચિમ બંગાળમાં ભારે ચર્ચા છે કે, નરેન્દ્રભાઇ મોદી વારાણસી ઉપરાંત બીજી બેઠક પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના હોમગ્રાઉન્ડ ઉપરથી લડશે access_time 12:33 pm IST

  • રાજકોટ: ચૂંટણી ફરજમાં ગેરહાજર હોમગાર્ડ સામે પોલીસ કમિશનરનું આકરું પગલું access_time 5:20 pm IST

  • મોડીસાંજે રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ પર ટીપરવાને વૃદ્ધને અડફેટે લીધા :દોઢસો ફૂટ રિંગ રોડ પર નાગરિક બેન્ક સામે બીઆરટીએસ રોડ ઓળંગવા જતા વૃદ્ધને ટીપરવાને ઉડાડ્યા :108 મારફત હોસ્પિટલે ખસેડાયા access_time 7:37 pm IST