Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

સૌથી પહેલા પાંચ હજાર રન કોણ બનાવશે? : વિરાટ અને રૈના રેકોર્ડની નજીક

રૈનાના નામે ૧૮૫ જયારે કોહલીના નામે ૧૭૭ સિકસરો

આઈપીએલ ૨૦૧૯ શરુ થવાને આડે હવે ફકત ગણતરીના દિવસો બાકી છે. આવતીકાલે શનિવારે ટૂર્નામેન્ટનો પ્રારંભ થઈ જશે. ફરી એકવખત ઘણા યુવા સ્ટાર પોતાના ધમાકેદાર પ્રદર્શનને લઈને ચર્ચામાં આવશે. જોકે આ વખતે શરૂઆતની મેચમાં અસલી જંગ બે દિગ્ગજો વચ્ચે થશે. આ જંગ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી અને ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન સુરૈશ રૈના વચ્ચે છે. વિરાટ અત્યાર સુધી ફકત એક જ ટીમનો સભ્ય રહ્યો છે. જયારે રૈના ચેન્નાઈ સિવાય ગુજરાત તરફથી પણ રમી ચૂકયો છે.

આ વખતે જોવું રસપ્રદ રહેશે કે આઇપીએલમાં સૌથી પહેલા ૫૦૦૦ રન કોણ પૂરા કરે છે. વિરાટ અને રૈના બંને આ રેકોર્ડની દ્યણા નજીક છે. આ બંને એવા બેટ્સમેનો છે જે સતત આઇપીએલમાં રમી રહ્યા છે અને દર વખતે તેમનું પ્રદર્શન શાનદાર રહે છે.

હાલ દોડમાં રૈના વિરાટથી આગળ છે. રૈનાએ આઈપીએલમાં ૪૯૮૫ રન બનાવ્યા છે. જયારે વિરાટના નામે ૪૯૪૮ રન છે. એટલે કે રૈમામે ૩૭ રનની લીડ છે. રૈના અત્યાર સુધી ૧૭૬ મેચ રમ્યો છે. જયારે વિરાટ કોહલી ૧૬૩ મેચ રમ્યો છે.

વિરાટ કોહલીએ ૪ સદી ફટકારી છે. જયારે રૈનાના નામે ફકત એક સદી છે. જોકે રૈનાએ વિરાટ કરતા વધારે અડધી સદી ફટકારી છે. રૈનાએ ૩૫ અડધી સદી, જયારે વિરાટે ૩૪ અડધી સદી ફટકારી છે.

સિકસર ફટકારવાના મામલે પણ રૈના આગળ છે. રૈનાના નામે ૧૮૫ સિકસર છે. જયારે વિરાટે ૧૭૭ સિકસર ફટકારી છે.

(3:24 pm IST)