Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ભાવનગર જિલ્લા હોમગાર્ડના રમીલાબેન લાંબી કુદમાં રાજયમાં પ્રથમ સ્થાને

ભાવનગર તા.રર : ગુજરાત રાજય રમતોત્સવ ર૦ર૦ માં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા રમીલાબેન લાંબીકુદમાં સમગ્ર રાજયમાં પ્રથમ આવી હોમગાર્ડનુ ગૌરવ વધારેલ છે

કલેકટર કચેરી ખાતે ફરજ બજાવતા જિલ્લા હોમગાર્ડના મહિલા કર્મચારી રમીલાબહેન ધાંધલીયાએ તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ હોમગાર્ડ ગુજરાત રાજય રમતોત્સવ ર૦ર૦માં શ્રેષ્ઠ દેખાવ કરી રાજય કક્ષાએ લાંબી કુદમાં પ્રથમ સ્થાન મેળવી ભાવનગર કલેકરટ કચેરી ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ તેમજ સમગ્ર ભાવનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે.  આ સિદ્ધિ બદલ કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા તેમજ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શંભુસિંહ સરવૈયાએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતના ઉતર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં પસંદગી પામેલ ખેલાડીઓ વચ્ચે યોજાયેલ ફરીફાઇમાં રમીલાબહેન પ્રથમ ક્રમાંક મેળવી આ અનેરી સિદ્ધિ હાંસલ કરી હતી.

(11:22 am IST)