Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

રિષભ પંત આઇસીસીના ઈમેજીંગ ક્રિકેટર ઓફ ધ યર

ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ઈમેજીંગ પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ મળ્યો છે : આઈસીસી દ્વારા આજે આ એલાન કરાયુ છે : પંતને ગત વર્ષે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં શાનદાર પ્રદર્શન બદલ આ એવોર્ડ જાહેર કરાયો છે : પંત પ્રથમ એવો ભારતીય વિકેટકીપર છે જેમણે ઈન્ડિયનના પ્રવાસમાં ટેસ્ટ સેન્ચુરી ફટકારી છે : આ ઉપરાંત તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન એડીલેડ ટેસ્ટમાં ૧૧ કેચ પકડી સૌથી વધુ કેચ પકડવાના રેકોર્ડની બરાબરી કરી હતી : પંતે ઓસ્ટ્રેલિયા સામે સદી પણ ફટકારી હતી : તેને આઈસીસી ટીમ ઓફ ધ યરમાં સ્થાન મળ્યુ છે.

 

(3:43 pm IST)
  • BJP ના ધારાસભ્યનું માથુ લાવોઃ લઇ જાવ ૫૦ લાખ : બસપાના પૂર્વ ધારાસભ્ય વિજય યાદવનું એલાનઃ માયાવતી વિષે જેમ તેમ બોલનાર સાધના સિંહનું કોઇ માથુ કાપીને લાવશે તો હું તેને ૫૦ લાખ આપીશઃ ભાજપે માયાવતી અને દેશની માફી માંગવી જોઇએ નહિતર અમે આંદોલન કરશું access_time 3:32 pm IST

  • પ્રજાસત્તાક દિવસે ફેસિયલ રિકગ્નિશન કેમેરાથી આતંકવાદીઓ પર રખાશે નજર: 30 હાઈટેક કેમેરા હજારોની ભીડમાં આંખના પલકારામાં જ ઓળખી લેશે: આતંકી અને અપરાધીને, કેમેરાના આ કન્ટ્રોલ રૂમ પર સ્પેશિયલ સેલ અને આઈબીની રહેશે નજર access_time 1:14 am IST

  • cctv વિડીયો ફૂટેજ : સલામ છે આ ટ્રક દ્રાઈવરની ગૌ ભક્તિને : જૂનાગઢ - મેંદરડા હાઇવે પર ખોડીયારના પાટિયા પાસે એક ગાય રોડ પર જતી હતી અને સામેથી પુરપાટ આવતા એક ટ્રકે એવું કંઈક કર્યું જે ત્યાં લાગેલા એક cctvમાં કેદ થઈ ગયું : આ cctv ફૂટેજ કોઈ બોલિવુડ ફિલ્મના સીનથી ઓછો ઉતરે તેમ નથી : રસ્તે ચાલતી ગાયને બચાવવા, પોતાના જીવના જોખમે, ટ્રક દ્રાઈવરે એટલી જોશથી બ્રેક મારી હતી કે ટ્રક આખો 360 ડિગ્રીએ ફરી ગયો હતો : (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 2:02 pm IST