Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

વર્લ્ડ યુથ અંડર-16 ચેસ સ્પર્ધામાં ભારતને મળ્યું સિલ્વર મેડલ

નવી દિલ્હી:ઈન્ડિયા ગ્રીન ટીમે અમદાવાદમાં યોજાયેલા વર્લ્ડ યુથ અંડર-૧૬ ચેસ ઓલિમ્પિયાડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. રશિયાને ગોલ્ડ અને ઈરાનને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો. કર્ણાવતી કલબમાં રમાયેલી ૨૫ દેશોની વર્લ્ડ યુથ ચેસ ઓલિમ્પિયાડ ચેમ્પિયનશીપમાં ભારતે ત્રણ ટીમોને સ્પર્ધામાં ઉતારી હતી, જેમાંથી ઈન્ડિયા-ગ્રીન બીજા ક્રમે રહી હતી, જ્યારે ઈન્ડિયા રેડને પાંચમું સ્થાન મળ્યું હતુ અને ઈન્ડિયા બ્લુ ૧૩માં ક્રમે રહી હતી. નવમા અને આખરી રાઉન્ડમાં ઈન્ડિયા ગ્રીને .-.૫થી કઝાખ્સ્તાનને પરાજય આપ્યો હતો. ઈન્ડિયા ગ્રીન તરફથી આર.પ્રગ્ગનાનાન્ધાએ કાઝીબૅક નોગેરબેક સામેની બાજી ડ્રો કરી હતી. જો કે ભારતના નિતિન સરિન, પી. ઈનિયન અને આર. વૈશાલીએ જીતની હેટ્રિક સર્જતાં ઈન્ડિયા ગ્રીને વિજય મેળવતા સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. ઈરાને આખરી મુકાબલામાં -૦થી બેલારુસને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

(7:17 pm IST)