Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ટીમમાં પસંદગી ન થતા પોતાની નારાજગી વ્‍યક્ત કરવા ઇંગ્લેન્ડના મોઇન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી બ્રેક લીધો

દૂબઈ :કેટલાક ક્રિકેટર્સે રિટાયર્ટ થવાની જાહેરાત કરતા કંઈક અલગ રીત અપનાવી છે. બ્રેક લેવાની. માનવામાં આવી રહ્યું છે કે, પ્લેયર્સ પોતાના દેશની ટીમમાં સિલેક્શન ન થવા પર પોતાની નારાજગી માટે આ રીતનો ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં જ પાકિસ્તાનના પેસર વહાબ રિયાઝે ટેસ્ટ ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. હવે આ મામલામાં ઈંગ્લેન્ડના મોઈન અલીનું નામ પણ સામેલ થયું છે. સંયોગ એ પણ છે કે, હાલમાં જ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે પોતાના પ્લેયર્સ માટે કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. તેમાં ટેસ્ટ કોન્ટ્રાક્ટમાં મોઈન અલીનું નામ નથી.

શું આ માત્ર સંયોગ છે

અલીના આ નિર્ણય પર તેમના ટાઈમિંગને બહુ જ પસંદ કરવામાં આવ્યો છે. મોઈને એવા સમયે બ્રેકની જાહેરાત કરી છે, જ્યારે તેમનું નામ એ ટેસ્ટ સંબંધિત પ્લેયર્સના લિસ્ટમાં નામ નથી. આવામાં એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે, ક્યાંક અલીએ આ નિર્ણય નારાજગીમાં તો નથી લીધો ને. જોકે, ઈસીબી તરફથી આવા કોઈ સંકેત મળ્યા નથી. ઈસીબી પણ અલીના આ નિર્ણયને સપોર્ટ કરે છે તેવુ લાગે છે.

કયા કયા પ્લેયર્સનો કોન્ટ્રાક્ટ થયો છે

જે પ્લેયર્સને કોન્ટ્રાક્ટ મળ્યો છે, તેમાં જેમ્સ એન્ડરસન, આર્ચર, જ્હોની બેયરસ્ટો, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બનર્સ, જોસ બટલર, સૈમ કુરૈન, જોએ રુટ, બેન સ્ટોક્સ, ક્રિસ બોક્સ સામેલ છે. ઈસીબીએ એક નિવેદનમાં કહ્યું કે, ટેસ્ટ એક્સપર્ટ અને જે પણ પ્લેયર્સ રમી રહ્યાં છે, તેઓને 1 ફેબ્રુઆરી, 2020થી ઈસીબી તરફથી વળતર મળશે. જે સફેદ બોલથી ક્રિકેટ રમતા હતા, તેમને હવે ટેસ્ટ પ્લેયર્સના અનુસારે જ ઈસીબીથી પગાર મળશે.

આ પ્લેયર્સ છે કોન્ટ્રક્ટેડ

તો મોઈન અલી વનડે/ટી-20ના કોન્ટ્રક્ટ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આર્ચર, બેયરસ્ટો, જોસ બટલર, જોએ ડેનલે, ઈયોન મોર્ગન, આદિલ રાશિદ, જોએ રુટ, જેસન રોટ, બેન સ્ટોક્સ, ક્રિસ લોક્સ, માર્ક વુડને સ્થાન મળ્યું છે. 32 વર્ષીય મોઈન અલી આ ગરમીના સત્રમાં આઈસીસી  વર્લ્ડ કપ રમ્યા હતા. જેના બાદ તેઓ આયરલેન્ડની સામે ટેસ્ટ મેચમાં રમ્યા હતા. તેના બાદ તેઓ તરત એશેઝ ટેસ્ટ સીરિઝના પહેલા ટેસ્ટ મેચમાં રમ્યા હતા.

(4:32 pm IST)