Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ટેનિસની દુનિયાની લેવર કપ ટુર્નામેન્ટનો પ્રારંભ

નવી દિલ્હી: આવતીકાલથી ત્રણ દિવસ માટે ટેનિસ જગતની અનોખી એવી લેવર કપ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. ગોલ્ફમાં યુરોપના ખેલાડીઓ વિરૃદ્ધ શેષ વિશ્વ રેસ્ટ ઓફ ધ વર્લ્ડની ટીમ વચ્ચે રાઈડર કપ રમાય છે. આની જ પ્રેરણા લઈને ટેનિસ લેજન્ડ રોડ લેવરના નામને સમર્પિત આ ફોરમેટની ટુર્નામેન્ટ ગયા વર્ષથી શરૃ થઈ હતી. કાલથી શરૃ થઈ રહેલી ટુર્નામેન્ટ બીજી એડિશન છે. જો કે શિકાગોમાં રમાનારી આ ટુર્નામેન્ટમાં ટોચના રેન્કરો ઉતરતા હોવા છતા તે ચાહકોમાં ખાસ આકર્ષણ નથી જમાવી શકી કેમકે વર્લ્ડના ટોચ રેન્કરો યુરોપની ટીમમાં જ છે. જેઓ સામસામે ટકરાય તો રોમાંચકતા જામે તેની જગાએતેઓ એક ટીમમાં રહીને યુરોપ સિવાયના વિશ્વની ટીમના ખેલાડીઓ સામે રમશે.જો એક મેચમાં બંને હરિફ ખેલાડીઓ ૧-૧ સેટની બરાબરીએ પહોંચશે તો ત્રીજો સેટ સીધો ટાઈ બ્રેકરથી રમાશે.શિકાગોમાં યોજાનાર લેવર કપમાં યુરોપિયન ટીમનો નોન પ્લેઇંગ કેપ્ટન બોર્ગ અને રેસ્ટ ઓફ ધ વર્લ્ડ ટીમનો કેપ્ટન જોન મેકનરો રહે છે. રોડ લેવર ટેનિસ ઇતિહાસના મહાન ખેલાડી તરીકે આદર ધરાવે છે. તેઓ ૨૦૭ સિંગલ્સ અને ૧૧ ગ્રાન્ડસ્લેમ ઉપરાંત પાંચ ડેવિસ કપ ચેમ્પિયન ટીમમાં રમી ચૂક્યા છે. ૧૯૬૪થી ૧૯૭૭ના અરસામાં તેઓ વર્લ્ડ નંબર વન ખેલાડી હતા.થોડા દિવસો પહેલા લેવર ઉપરાંત ફેડરર, યોકોવિચ, યોટ્રો અને મેકનરો, બર્કિંગની હાજરીમાં આ વર્ષના વિજેતાને અર્પણ થનાર કપનું અનાવરણ થયું હતું.યુરોપિયન ટીમ : ફેડરર, યોકોવિચ, ઝવેરેવ, ડિર્મિફોવ, ગોફિન, એડમંડ, બોર્ગ-નોન પ્લેઇંગ કેપ્ટનરેસ્ટ ઓફ ધ વર્લ્ડ ટીમ : સોક, કીર્ગીઓસ, આઇસનર, ટીફો, એન્ડરસન, સ્કવાર્ટઝમેન, જોન મેકનરો-નોન પ્લેઇંગ કેપ્ટન

(5:16 pm IST)