Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ટોકયોમાં રશિયાના નામ ધ્વજ અને રાષ્ટ્રગાન ઉપર રહેશે પ્રતિબંધ : ખેલાડીઓ લાલ, ભૂરા, સફેદ રંગના કપડા પહેરશે

રશિયા ઓલિમ્પિક સમિતિ રીપ્રેઝન્ટ કરશે

નવી દિલ્હી : સૌથી મોટા ડોપિંગ વિવાદને લઈને હવે રશિયાને ટોક્યો ઓલમ્પિકસમાં એક વધુ નવા નામની સાથે કોમ્પિટિશનમાં સામેલ કરાશે. મેડલ સેરેમની સમયે પણ કોઈ પોડિયમના ઉપર રશિયાનો ફ્લેગ લહેરાવાશે નહીં પણ ખેલાડીના પોષાક પર રાષ્ટ્રીય રંગનો ઉપયોગ કરી શકાશે.

જૂના અને નવા ડોપિંગ કેસનો વિવાદ હજુ પણ રશિયાની ટીમ પર છે. અનેક વર્ષોના કેસને માટે ટોક્યો ઓલમ્પિકસની ટીમમાં સામેલ ૨ તરવૈયાને સસ્પેન્ડ કરાયા હતા અને બે રોઈંગ ખેલાડી ગયા મહિને કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ વખતે રશિયા અને ઓલમ્પિક એથલીટ ઓફ રશિયાના નામથી ઉતરી શકશે નહીં. આ વખતે રશિયા ઓલમ્પિક સમિતિ (ROC) ના નામે ભાગ લેશે.

ખેલાડીઓ અધિકૃત રીતે પોતાના દેશ નહીં પણ આરઓસી (ROC)ને રીપ્રેઝન્ટ કરશે અને રશિયાનું નામ, ધ્વજ અને રાષ્ટ્રગાન પર પ્રતિબંધ રહેશે. જાણકારોનું કહેવું છે કે રશિયાની ટીમ તેમના પોષાકમાં રાષ્ટ્રીય રંગોનો ઉપયોગ કરશે તો તેમનું અંતર ઓળખવું મુશ્કેલ થશે.

રશિયાના ખેલાડીના પોષાક પર લાલ, સફેદ, ભૂરા રંગનો ઉપયોગ કરાશે પણ રાષ્ટ્રધ્વજના નામે રશિયાનું નામ લખેલું હશે નહીં. આ સિવાય કોઈ અન્ય રાષ્ટ્રીય પ્રતીક પણ હશે નહીં. કલાત્મક તરવૈયાની ટીમે કહ્યું કે તેમને આ પોષાક પહેરવાથી રોકવામાં આવ્યા હતા જેની પર રીંછની તસવીર બનેલી હતી.

અધિકારીક ઓલમ્પિકસ દસ્તાવેજ અને ટીવી ગ્રાફિકસ પર પણ રશિયાની ટીમના પરિણામને ROCના રૂપમાં બતાવવામાં આવશે પણ રશિયા ઓલમ્પિકસ સમિતિના નામે ઉલ્લેખ કરાશે નહીં. ગોલ્ડ મેડલ વિનર્સને માટે રાષ્ટ્રગીતને બદલે રશિયાના સંગીતકાર ચેકોવસ્કીનું સંગીત વગાડવામાં આવશે.

(3:23 pm IST)