Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

WTC ફાઇનલમાં ફરી નડ્યું વરસાદી વિધ્ન :ચોથા દિવસનું સંપૂર્ણ ધોવાણ

આખો દિવસ અવિરત વરસાદને કારણે અમ્પાયરોએ ચોથા દિવસની રમતને રદ્દ કરવાનું નક્કી કર્યું

મુંબઈ : WTC ફાઇનલનો આજે ચોથો દિવસ છે. સાઉથમ્પ્ટનમાં આજે ફરી એકવાર વરસાદી વાતાવરણ બન્યું છે. બીજા અને ત્રીજા દિવસે વરસાદ થોડોક અટક્યા બાદ ફરીએકવાર તેનો મિજાજ પ્રથમ દિવસ જેવો જ બની ગયો છે.

સાઉથમ્પ્ટનમાં થયેલા દિવસ રાત થયેલા વરસાદને લઈ ICC WTC ફાઇનલની પ્રથમ દિવસની રમત ધોવાઈ ગઈ. આજે ચોથા દિવસે પણ રમત ધોવાઈ જાય તેમ લાગી રહ્યું છે.

સાઉથમ્પ્ટનનાં મેદાન પર ચોથા દિવસની રમત શરૂ થતા પહેલા દિનેશ કાર્તિકે પણ વેધર રિપોર્ટ પોસ્ટ કરી છે. આ તસવીર સવારની છે કે જેમાં કહી રહ્યા છે કે આજે પણ કઈ ખાસ લાગી નથી રહ્યું કે રમત શરૂ થાય.

ફાઇનલ મેચનો વધુ એક દિવસ સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે. આખો દિવસ અવિરત વરસાદને કારણે અમ્પાયરોએ સાઉથમ્પ્ટનમાં ચોથા દિવસની રમતને રદ્દ કરવાનું નક્કી કર્યું છે.

(9:52 pm IST)