Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

રાજસ્થાન-દિલ્હી વચ્ચે કાલે જયપુરમાં રોચક જંગ ખેલાશે

જયપુરથી રાત્રે આઠ વાગ્યાથી જીવંત પ્રસારણ થશે : સ્મીથના નેતૃત્વમાં રાજસ્થાન દેખાવને સુધારવા સુસજ્જ

જયપુર,તા. ૨૧ : ઈન્ડિયન પ્રિમિયર લીગમાં આવતીકાલે સોમવારના દિવસે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે જંગ ખેલાશે. દિલ્હ કેપિટલની ટીમ ૧૦ મેચોમાં છ મેચો જીતીને ૧૨ પોઈન્ટ ધરાવે છે. દિલ્હીની ટીમ હોટ ફેવરિટ તરીકે મેદાનમાં ઉતરશે. બીજી બાજુ રાજસ્થાન રોયલ્સની હાલત કફોડી બનેલી છે અને તે હવે ફેંકાઈ જવાની અણીએ પહોંચી છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન તરીકેની જવાબદારી સ્મીથને સોંપવામાં આવ્યા બાદ ટીમના દેખાવમાં હવે સુધારો થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. આ મેચનું પ્રસારણ આવતીકાલે આઠ વાગ્યાથી કરવામાં આવશે.  બંને ટીમો જોરદાર દેખાવ કરવા માટે ઉત્સુક છે.  મેદાન પર છગ્ગા ચોગ્ગાની રમઝટ જોવા મળી શકે છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઈપીએલની શરૂ થયા બાદ છગ્ગા ચોગ્ગાની રમઝટ જોવા મળી રહી છે.  તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જોરદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી ચુક્યો છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની તક રહેલી છે આઇપીએલમાં હજુ સુધી કેટલાક ખેલાડી તમામનુ ધ્યાન ખેંચી રહ્યા છે. જેમાં ડેવિડ વોર્નર, બેરશો અને ક્રિસ ગેઇલનો સમાવેશ થાય છે. રસેલ પણ જોરદાર દેખાવ કરી રહ્યો છે. વિરાટ કોહલી પણ ફોર્મમાં આવી ચુક્યો છે. જેથી આઈપીએલની મેચો હવે વધુ રોચક બનવાના સંકેત દેખાઈ રહ્યા છે. દિલ્હી કેપિટલની ટીમ મુંબઈથી આગળ નિકળવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. એકબાજુ ચેન્નાઈ સુપરને આગામી રાઉન્ડમાં પોહંચવા એક મેચની જીતની જરૂર છે. જ્યારે દિલ્હી અને મુંબઈને પણ હવે બે મેચો જીતવાન જરૂર રહેલી છે. જયપુરમાં કોઈ બનવા ન બને તે માટે તૈયારી કરાઈ છે.

દિલ્હી કેપિટલ્સ : અવેશ ખાન, અયપ્પરા, બેઇન્સ, બોલ્ટ,  ધવન, ઇન્ગ્રામ, અય્યર (કેપ્ટન), લમિછાને, મનજોત કાલરા, મિશ્રા, મોરિસ, મુનરો, પંત, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, પૌલ, રબાડા, રુધરફોર્ડ, સક્સેના, ઇશાંત, શો, નાથુસિંઘ, ટેવટિયા, વિહાર, જયંત યાદવ.

રાજસ્થાન રોયલ્સ : રહાણે (કેપ્ટન), વરુણ આરોન, આર્ચર, બિન્ની, આર્યમાન, બટલર, પ્રશાંત ચોપરા, શ્રેયાસ ગોપાલ, કૃષ્ણાપ્પા ગૌત્તમ, ધવન કુલકર્ણી, લિયામ, મહિપાલ, સુદેશન મિથુન, રિયાન પરાગ, શુભમ રંજને, સંજુ સેમસંગ, શશાંકસિંઘ, સ્ટિવ સ્મિથ, શોઢી, બેન સ્ટોક, થોમસ, ત્રિપાઠી, ટર્નર, ઉનડકટ, મનન વોરા.

રોમાંચની સાથે સાથે....ઝ્ર

*    ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે રાજસ્થાન અને દિલ્હી વચ્ચે જયપુરમાં જંગ ખેલાશે

*    ઘરઆંગણે રાજસ્થાનની ટીમ દેખાવ સુધારવા પ્રયાસ કરશે

*    દિલ્હી કેપિટલની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચવા માટે પ્રયાસ કરશે

*    દિલ્હીની ટીમે હજુ સુધી ૧૦ મેચ પૈકી છમાં જીત મેળવી છે

*    મેચનું આવતીકાલે રાત્રે આઠ વાગ્યાથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે

*    મેચને લઈને જયપુરમાં જોરદાર રોમાંચ

*    રહાણેની જગ્યાએ સ્મીથને કેપ્ટન બનાવતા નવી ઉત્સુકતા

(7:56 pm IST)
  • કોંગ્રેસ, હાર્દિક પટેલને નજીકના ભવિષ્યમાંજ રાષ્ટ્રીય યુવા કોંગ્રેસના પ્રમુખ બનાવી રહી હોવાની જોરશોરથી ચાલી રહેલી ચર્ચા : જો આ શક્ય થશે તો હાર્દિકનું રાજકીય કદ બહુ મોટું થઈ જશે : સંભવતઃ એકાદ બે દિવસમાજ કોંગ્રેસ આ જાહેરાત કરે તેવી સેવાય રહી છે સંભાવના access_time 10:59 pm IST

  • ચૂંટણી પંચ આકરા પાણીએ : વડાપ્રધાન મોદી પર બનેલી ફિલ્મ પર રોક લગાવ્યા બાદ, હવે PM પર બનેલી વેબ સિરીઝ ' મોદી - જર્ની ઓફ આ કોમન મેન ' પર પણ રોક લગાવી : ઇરોઝ કમ્પની દ્વારા બનાવાયેલ આ વેબ સિરિઝના પાંચેય ભાગ ઈન્ટરનેટ પરથી દૂર કરવા કર્યો આદેશ. access_time 5:15 pm IST

  • RBIની મોટી સ્પષ્ટતા : વ્યવસાયિક બેંકોમાં 5 દિવસજ કામકાજ થશે તેવા અહેવાલો સદંતર ખોટા : RBIએ સર્ક્યુલર બહાર પાડીને જણાવ્યું કે આવા કોઈ આદેશ RBIએ નથી બહાર પાડ્યા. access_time 10:51 pm IST