Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

બોલ ટેમ્પરિંગના કારણે પ્રતિબંધ ભોગવતો ડેવિડ વોર્નર ઘરના નિર્માણમાં મજુર બન્યો

સિડનીઃ બોલ ટેમ્પરિંગના કારણે એક વર્ષનો પ્રતિબંધના સામનો કરતા ઓસ્ટ્રેલિયન ટીમના ભૂપૂર્વ વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર આ સમયનો ઉપયોગ કરી રહ્યો છે
  ૩૧ વર્ષીય ડેવિડ વોર્નર સિડનીના પૂર્વ સમુદ્ર કિનારે ૧૦ મિલિયન ડોલરનું પોતાનું ઘર બનાવવામાં સમય વિતાવે છે વોર્નર અહીં પાંચ માળના ઘરના નિર્માણમાં એક મજૂર તરીકે કામ કરી રહ્યો છે.

  વોર્નર અને તેની પત્ની કેન્ડિસે વર્ષ ૨૦૧૫માં ચાર મિલિયન ડોલરમાં આ પ્લોટ ખરીદ્યો હતો. વોર્નર દંપતીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ડેવિડની પોતાના ઘરમાં કામ કરી રહેલી તસવીરો પોસ્ટ કરી છે

(9:05 pm IST)