Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ચેરિટી ટી-૨૦માં આફ્રિદી અને થિસારા પરેરનો સમાવશે

નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ સામેની ચેરિટી ટી-૨૦ માટેની વર્લ્ડ ઈલેવનમાં પાકિસ્તાનના ઓલરાઉન્ડર આફ્રિદી અને શ્રીલંકાના ઓલરાઉન્ડર થિસારા પરેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાકિસ્તાનનો શોએબ મલિક પણ આવતા મહિને લોર્ડ્ઝમાં રમનારી ચેરિટી મેચમાં ભાગ લેવાનો છે. છેલ્લા બે વર્ષમાં વેસ્ટ ઈન્ડિઝ પર ત્રાટકેલા હરિકેનને પરીણામે પાંચ મેજર સ્ટેડિયમોને નુકશાન થયું છે અને તેમના પુન: નિર્માણ માટે આ ચેરિટી મેચ યોજાઈ રહી છે.  વર્લ્ડ ઈલેવન ટી-૨૦ ટીમની કેપ્ટન્સી ઈનો મોર્ગનને સોંપવામાં આવી છે અને બાકીની ટીમ આવનારા દિવસોમાં જાહેર થશે. લોર્ડ્ઝમાં તારીખ ૩૧ મે ના રોજ રમાનારી ચેરિટી ટી-૨૦માંથી થનારી આવકનો ઉપયોગ હરિકેન ઈરમા અને મારિયાને કારણે નુકશાન પામેલા પાંચ મેજર સ્ટેડિયમોના પુન:નિર્માણ માટે કરવામાં આવશે.  વર્ષ ૨૦૦૯ના ટી-૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિજેતા બન્યું ત્યારે આફ્રિદીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આફ્રિદી તેની કારકિર્દીની આખરી ૯૮મી ટી-૨૦ માર્ચ, ૨૦૧૬માં રમ્યો હતો. તે આ ચેરિટી ટી-૨૦માં રમશે, તેની સાથે સાથે શ્રીલંકાના ઓલરાઉન્ડર થિસારા પરેરાએ પણ આ મેચમાં રમવાની જાહેરાત કરી દીધી છે.  વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં કાર્લોસ બ્રાથવેઈટ કેપ્ટન છે. જ્યારે એક વર્ષના ડોપિંગ પ્રતિબંધ બાદ એન્ડ્રે રસેલ ટીમમાં પુનરાગમન કરવાની તૈયારી કરી રહ્યો છે.

(5:08 pm IST)