Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોરોના કહેર: સ્નૂકર વિશ્વ ચેમ્પિયનશિપ સ્થગિત

નવી દિલ્હી: કોરોનાવાયરસથી વધતા ખતરાને ધ્યાનમાં રાખીને સ્નૂકર વર્લ્ડ ચેમ્પિયનશીપ મોકૂફ રાખવામાં આવી છે. શુક્રવારે આયોજકોએ આ અંગે માહિતી આપી હતી.આ સ્નૂકર ઇવેન્ટની સૌથી મોટી ઇવેન્ટ 8 થી 15 એપ્રિલ દરમિયાન શેફિલ્ડની ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટમાં યોજાવાની હતી. આ પછી, ક્રુઝેબલ થિયેટરમાં 18 એપ્રિલથી 4 મે સુધી અંતિમ રાઉન્ડની મેચ યોજાવાની હતી.વર્લ્ડ સ્નૂકર ટૂરે કહ્યું છે કે હવે તે જુલાઈ અથવા ઓગસ્ટમાં આ ટૂર્નામેન્ટ યોજવાનું વિચારી રહ્યું છે.

(5:26 pm IST)