Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

સેલ્ફ આઇસોલેશનમાં હું આઝાદી અનુભવી રહી છું : મૅરી કૉમ

મારી ફિટનેસ પર ધ્યાન આપવાની સાથે એક મહિનાથી એકલાં પડેલાં મારાં બાળકો સાથે રમું છું.

નવી દિલ્હી : કોરોના વાઇરસને લીધે અનેક સ્પોર્ટ્સ પર્સન સેલ્ફ આઇસોલેશનમાં જઈ રહ્યા છે એવામાં એશિયન ઑલિમ્પિક ક્વૉલિફાયર્સથી સ્વદેશ પાછી ફરેલી બૉક્સર મૅરી કૉમે પણ પોતાને સેલ્ફ આઇસોલેશનમાં મૂકી દીધી છે. સેલ્ફ આઇસોલેશન મુદ્દે મૅરી કૉમનું કહેવું છે કે 'હું ચિલ કરું છું અને મારી કસરત કરું છું. મારી ફિટનેસ પર ધ્યાન આપવાની સાથે એક મહિનાથી એકલાં પડેલાં મારાં બાળકો સાથે રમું છું. આઇસોલેશનનો બેસ્ટ પાર્ટ છે, કોઈ પણ અલગ વિચાર વગર હું મારા પરિવાર સાથે આખો દિવસ પસાર કરી રહી છું.

  મારી તમામ દેશવાસીઓને અપીલ છે કે પૅનિક થવાની જરૂર નથી. પ્રત્યન કરો કે તમે ઘરે રહો અને પરિવાર સાથે સમય વિતાવો. મારા કેસમાં તો આઇસોલેશનને લીધે હું આઝાદી અનુભવી રહી છું. દિવસભરના બિઝી શેડ્યુલથી તાણનો અનુભવ નથી થઈ રહ્યો. મારું આ આઇસોલેશન આ મહિનાના અંત સુધી છે. એ પછી પાર્લમેન્ટ કેટલાક દિવસ કામ કરશે. હમણાં ૧૦-૧૫ દિવસ માટે હું કોઈ પણ ખલેલ વિના મારાં બાળકો સાથે છું અને ઘણી ખુશ છું.'

(3:02 pm IST)