Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

અબુધાબી સ્પેશિલ ઓલિમ્પિકમાં ભારતનો ડંકો : વિવિધ રમતોમાં 368 મેડલ જીત્યા : ખેલાડીઓએ ઇતિહાસ રચ્યો

 

અબુધાબીમાં રમાયેલી સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સમાં ભારતે ઈતિહાસ રચ્યો છે  ગેમ્સના સમાપન સમય સુધીમાં ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતોમાં કુલ 368 મેડલ મેળવ્યા છે જેમાં 85 ગોલ્ડ, 154 સિલ્વર અને 129 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. જૂડો અને ફુટસલમાં પહેલી વખત ભારતીય ભાગીદારી જોવા મળી. વિશેષ એથલિટોએ જૂડોમાં 3 ગોલ્ડ, 1 સિલ્વર અને ફુટસલમાં 7 સિલ્વર મેડલ મેળવ્યા.છે 

   14 માર્ચે શરૂ થયેલી સ્પેશિયલ ઓલિમ્પિકનું 21 માર્ચે સમાપન થયું. ભારતે 378 સ્પેશિયલ ખેલાડીઓ મોકલ્યા હતા. જેમાંથી મોટાભાગના ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં મેડલ જીત્યા છે.

 

(10:23 pm IST)