Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

લેવર કપનું લોન્ચિંગ થયું શિકાગોમાં

નવી દિલ્હી: લેજન્ડરી ટેનિસ સ્ટાર ફેડરરના બ્રેઇન ચાઈલ્ડ તરીકે ઓળખાતાં લેવર કપ ટેનિસમાં યુરોપ વિ. રેસ્ટ ઓફ વર્લ્ડ વચ્ચે મુકાબલો ખેલાય છે. ગોલ્ફમાં પ્રકારે રાયડર કપ રમાય છે,જેમાં યુરોપ વિ. અમેરિકાનો મુકાબલો હોય છે. જ્યારે ટેનિસના લેજન્ડરી ખેલાડી રોડ લેવર ના નામ પરથી શરૃ કરાયેલા લેવર કપમાં યુરોપનો મુકાબલો રેસ્ટ ઓફ વર્લ્ડ સામે થાય છે. ગત વર્ષે ટુર્નામેન્ટ ચેક રિપબ્લિકના પ્રાગુઈમાં યોજાઈ હતી, જેમાં ફેડરર અને નડાલ એક ટીમ તરફથી રમ્યા હતા અને મેન્સ ડબલ્સમાં સાથે રમવા ઉતર્યા હતા. લેવર કપની પ્રથમ સિઝનમાં યુરોપ વિજેતા બન્યું હતુ. હવે વર્ષે ૨૧ થી ૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૮ દરમિયાન લેવર કપ અમેરિકાના શિકાગો શહેરમાં યોજાશે. લેવર કપના લોન્ચિંગ કાર્યક્રમમાં ફેડરરની સાથે ઓસ્ટ્રેલિયાનો કિર્ગીઓસ જોડાયો હતો. જ્યારે લેજન્ડરી ટેનિસ સ્ટાર રોડ લેવર અને જોન મેકેનરો પણ પ્રસંગે ઉપસ્થિત હતા. લેવર કપમાં દરેક ટીમમાં ખેલાડીઓ હોય છે, જેમાંથી ચાર રેન્કિંગના આધારે અને બાકીના બે કેપ્ટન્સ ચોઈસ હોય છે. યુરોપની ટીમના કેપ્ટન તરીકે બ્યોન બોર્ગ અને અમેરિકાના કેપ્ટન તરીકે જોન મેકેનરો છે.

(5:41 pm IST)