News of Wednesday, 21st March 2018

મારુ સપનું વર્લ્ડકપનું ટાઇટલ જીતવાનું છે: મેસી

નવી દિલ્હી: આર્જેન્ટીનાના સ્ટાર ફુટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીનુ કહેવુ છે કે તેના માટે વર્લ્ડકપનુ ટાઈટલ જીતવુ જીવનનુ સૌથી મોટુ સપનુ છે. મેસ્સીએ જણાવ્યુ હતું કે, મારા માટે સપનુ પૂર્ણ કરવા વખતે અંતિમ તક છે. 
દિગ્ગજ ખેલાડીએ જણાવ્યુ હતું કે, જેમ જેમ વર્લ્ડકપનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ મારા મનમાં ટાઈટલ જીતવાની લાલચ વધી રહી છે. અત્યારે મારુ એક માત્ર લક્ષ્યાંક વર્લ્ડકપ જીતવાનુ છે તેનાથી વધુ કે ઓછુ મારે કંઈ જોઈતુ નથી. 
મેસ્સીએ જણાવ્યુ હતું કે, ૨૦૧૪ના વર્લ્ડકપમાં ફાઈનલમાં જર્મની સામે મળેલ હાર આજે પણ મારા મનને અંદરથી હચમચાવી નાખે છે. હું ફાઈનલમાં પહોંચીને ટ્રોફી જીતવાનુ સપનુ જોઉ છું, પરંતુ જ્યારે જર્મની સામે હાર મળી હતી તે બાબત યાદ આવે છે અને આજે પણ મારી રાતની ઊંઘ ઉડી જાય છે. અમે જીતની ખૂબ નજીક હતા પરંતુ છેલ્લી ક્ષણોમાં મેચ બદલાઈ ગઈ. મેસ્સીએ જણાવ્યુ હતું કે, મને વાતનો આનંદ છે કે અમારા ટીમ મેનેજમેન્ટને આજે પણ મારા પર વિશ્વાસ છે અને પ્રશંસકો આજે પણ મને જીતતો જોવા માંગે છે. પરંતુ હું વધુ પડતો ઉત્સાહિત થવા માંગતો નથી. પાંચ વખત ગોલ્ડન બોલ એવોર્ડ જીતી ચુકેલ મેસ્સીએ જણાવ્યુ હતું કે હું દરેક દિવસ પોતાના જીવનને ભરપુર રીતે જીવી લેવા માંગુ છું. પોતાની પત્ની અને બાળકો સાથે હોઉ ત્યારે હું બધુ ભુલી જાઉ છું. પરંતુ વર્લ્ડકપથી વધારે મારા માટે પરિવાર પણ મહત્વનો નથી.

(5:40 pm IST)
  • હે ભગવાન.... ઉત્તરપ્રદેશના ગાજિયાબાદમાં જ્યાં એક MBBS ડૉક્ટર મહિલાએ યુવાન બનાવા અને પોતાની પાસે રહેલું સોનું ડબલ કરવાની લાલચ સાથે તાંત્રિકને નાની મોટી નહીં પરંતુ પૂરા રુપિયા 2 કરોડની રકમ આપી હતી. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જાણમાં આવતા 55 વર્ષીય મહિલા ડૉક્ટરે પોલીસમાં ફરિયાદ કરી હતી. ડૉક્ટરે તાંત્રિકને રુ. 65 લાખ કેશ અને દોઢ કિલો સોનું તેમજ ચાંદીના ઘરેણા આપ્યા હતા. access_time 1:48 am IST

  • સલમાન ખાનની સાથે વીરગતિ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રી પૂજા ડડવાલ હાલ ટીબીની બિમારી સામે જજૂમી રહી છે. માહિતી મળી છે કે, તેમના પરિવારે પણ તેનો સાથ છોડી દીધો છે. આપને જણાવી દઈએ કે પૂજાએ એક વિડીયો દ્વારા સહિયોગની અપીલ કરી હતી. ત્યારે ભોજપૂરી સ્ટાર રવિ કિશને તેના મિત્ર દ્વારા રૂપિયા અને ફળો હોસ્પિટલમાં મોકલ્યા હતા access_time 2:11 am IST

  • બોલીવુડમાં જેમના લગ્નની ચર્ચા સૌથી વધુ છે એવા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની એક તસવીરે સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી છે. બંના વેડિંગ લૂકનો ફોટો વાઇરલ થયો છે. દીપિકા પાદુકોણના એક ફેન સિદ્ધાંતે સુંદર રીતે ફોટોશોપ કરીને આ તસવીરો તૈયાર કરી છે. આ તસવીરો સાથે અનેક હેશટેગ આપવામાં આવ્યા છે. એક્ટર્સ અથવા તેના પરિવાર તફથી ઓફિશિયલ કન્ફર્મેશન નથી આવ્યું. access_time 1:50 am IST