Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ ભારતીય મહિલા ટીમની બેન્ચ સ્ટ્રેન્ગ્થ મજબૂત કરશે ક્રિકેટ બોર્ડ

ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે ચેમ્પિયનશીપ મેચો ખરાબ રીતે હાર્યા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બેન્ચ સ્ટ્રેન્ગ્થ વધારવાનો નિર્ણય કર્યો છે. સિલેકટરોને નવા ફાસ્ટ બોલરો, સ્પિનરો અને વિકેટકીપરોને તૈયાર કરવા માટે કહેવામાં આવ્યુ છે. જેમની આ મહિનાના અંતે નેશનલ ક્રિકેટ એકેડમીમાં શરૂ થનારા કેમ્પ દરમિયાન ટ્રાયલ લેવામાં આવશે. મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામી પોતાની કરીઅરના છેલ્લા તબક્કાકમાંથી પસાર થઈ રહી છે. ફાસ્ટ બોલર ઝુલન ઓસ્ટ્રેલિયા સામે નહોતી રમી શકી એને કારણે ૦-૩થી ભારત હાર્યુ હતું.

વહીવટદારોની સમિતિની સભ્ય ડાયના એદલજી, મિતાલી રાજ (વન-ડેની કેપ્ટન), હરમનપ્રીત કૌર (ટી-૨૦ કેપ્ટન) અને હેમલતા કાલા (સિલેકશન કમીટીના અધ્યક્ષ) વચ્ચે મહિલા સમિતિની બેઠક ૨૮ માર્ચે થશે. જેમાં ઓસ્ટ્રેલિયા સામેના ટીમના પ્રદર્શન પર વાત કરવામાં આવશે.

(3:55 pm IST)