Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

વુમન્સ ટી-૨૦ : ભારતની મહિલા ટીમે ૪ વિકેટે ૧૩૨ ફટકાર્યા : દિપ્તી શર્માના ૪૯

આઈસીસી વુમન્સ ટી-૨૦નો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો ચાલુ છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી ભારતને દાવ આપતા ભારતે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૩૨ રન ફટકાર્યા છે. પ્રદીપ ચાવલા - ૨૯, સ્મૃતિ મંધાના - ૧૦, રોડ્રીગ્સ ૨૬ અને કેપ્ટન હરમનપ્રીત કૌર ૨ રન બનાવી આઉટ થયા હતા જયારે દિપ્તી વર્માએ શાનદાર ૪૬ બોલમાં ૩ ચોગ્ગા સાથે ૪૯ રને અને ક્રિષ્નમૂર્તિ ૯ રને નોટઆઉટ રહી હતી. જોનેશને ૨ અને કીમીન્સે ૧ વિકેટ લીધી હતી. આ લખાય છે ત્યારે ભારતની ઈનિંગ પૂરી થઈ છે. હવે ઓસ્ટ્રેલિયાનો દાવ શરૂ થશે.

(4:18 pm IST)