Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

બેટીંગમાં ધબડકો : ટીમ ઈન્ડિયા ૧૨૨/૫

લાંબા સમય બાદ પંત ટીમમાં : અશ્વિન, ઈશાંતનો સમાવેશ : ન્યુઝીલેન્ડે ટોસ જીતી દાવ આપ્યો : શો ૧૬, અગ્રવાલ ૩૪, પૂજારા ૧૧, વિરાટ ૨, વિહારી ૭ રને આઉટ : વરસાદના લીધે પ્રથમ દિવસની રમત બંધ

વેલીંગ્ટન, તા. ૨૧ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચોની સીરીઝનો આજથી પ્રારંભ થયો છે. ન્યુઝીલેન્ડે ટોસ જીતી ભારતને દાવ આપતા ધબડકો થયો છે. ભારતે ૫૫ ઓવરમાં ૫ વિકેટે ૧૨૨ રન બનાવ્યા છે. વરસાદના લીધે પ્રથમ દિવસની રમત બંધ થઈ છે.

ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલીયમ્સને ટોસ જીતી ભારતને દવ આપતા પૃથ્વી શો ૧૬, મયંક અગ્રવાલ ૩૪, પૂજારા ૧૧, કેપ્ટન વિરાટ કોહલી ૨ અને હનુમા વિહારી માત્ર ૭ રન બનાવી આઉટ થયા છે. અજીન્કીયા રહાણે ૩૮ અને રીષભ પંત ૧૦ રને દાવમાં છે. સાઉથી, બોલ્ટને ૧-૧ અને જેમીસનને ૩ વિકેટ મળી છે.

વેલીંગ્ટનમાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ૪૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા હતા. ૫૫ ઓવરની રમત શકય બની હતી. ભારતે પ્રથમ દિવસના અંતે ૫ વિકેટે ૧૨૨ રન બનાવ્યા છે. રહાણે અને પંત દાવમાં છે.

પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ આ મુજબ છે. પૃથ્વી શો, મયંક અગ્રવાલ, પૂજારા, વિરાટ, રહાણે, વિહારી, પંત, અશ્વિન, શમી, ઈશાંત અને બુમરાહ.

(11:37 am IST)