Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

આઈસીસી અન્ડર -19 વર્લ્ડકપ : જાપાનની ટીમ 41 રનમાં ઓલઆઉટ : ભારતે 4,5 ઓવરમાં જીત્યો મેચ

રવિ બિશ્નોઇએ 4 વિકેટ ઝડપી: કાર્તિક ત્યાગીએ 3 વિકેટ અને આકાશ સિંહે 2 વિકેટ લીધી

નવી દિલ્હી: આઈસીસી અન્ડર -19 વર્લ્ડ કપ 2020માં  દક્ષિણ આફ્રિકાના બ્લૂમફોંટીનમાં ભારત અને જાપાન વચ્ચે રમાયેલી 11 મી લીગ મેચમાં ભારતે મોટો વિજય મેળવ્યો છે ગ્રુપ એ મેચમાં ભારતીય ખેલાડીઓએ  જાપાનની ટીમને 41 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી અને માત્ર 4,5 ઓવરમાં શાનદાર વિઅજ્ય મેળવ્યો હતો

ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવનારી ભારતીય ટીમના કેપ્ટન પ્રિયમ ગર્ગે આ મેચમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટનનો આ નિર્ણય સફળ સાબિત થયો હતો જ્યારે ટીમને એક પછી એક સફળતા મળી હતી  જાપાનની ટીમે 41 રનમાં ઘરભેગી કરી હતી જાપાને માત્ર 22.5 ઓવર બેટિંગ કરી શકી  હતી અને તમામ વિકેટ ગુમાવીને 41 રન બનાવ્યા હતા. , આમાં ભારતે વધારાના રૂપે 19 રન આપ્યા હતા.

   જાપાની બેટ્સમેનો દસના આંકડાને પણ પાર કરી શક્યા નથી સૌથી વધુ રન શુ નગુચી અને કેન્ટો ઓટા ડોબેલ દ્વારા 7-7 બનાવ્યા હતા . જાપાનની ટીમના 5 બેટ્સમેન પણ ખાતું ખોલી શક્યા નહીં. બીજી તરફ ભારતીય ટીમ તરફથી રવિ બિશ્નોઇએ 4 વિકેટ ઝડપી હતી.જયારે  કાર્તિક ત્યાગીએ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે આકાશ સિંહે 2 વિકેટ લીધી હતી. તે જ સમયે, વિદ્યાધર પાટિલને એક વિકેટ મળી.હતી
ભારતીય ટીમને આઈસીસી અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ 2020 માં ગ્રુપ એમાં સામેલ કરવામાં આવી છે આ જૂથમાં ભારતે શ્રીલંકાની અંડર 19 ટીમને પોતાની પહેલી મેચમાં 90 રનથી હરાવ્યું હતું ત્યારબાદ આ મોટી જીત છે  ગ્રુપ સ્ટેજની ટીમની અંતિમ મેચ ન્યુઝીલેન્ડથી 24 ફેબ્રુઆરીએ યોજાવાની છે

(10:22 pm IST)