Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

વર્લ્ડ કપ- 2020: ફિફા અન્ડર 17 મહિલા વર્લ્ડકપ અમદાવાદમાં રમાવાની શક્યતા

ફિફાના રિપ્રેઝન્ટેટિવ દ્વારા કાંકરિયાના ટ્રાન્સસ્ટેડીયા સ્ટેડિયમની મુલાકાત લીધી :ગાંધીનગરમાં સવહિવ સ્તરે બેઠક

 

અમદાવાદઃ વર્ષ 2020માં ભારતમાં ફિફા અન્ડર 17 મહિલા ફૂટબોલ વર્લ્ડકપ યોજવાનો છે. ફિફા રીપ્રેઝન્ટેટિવ દ્વારા અમદાવાદના કાંકરિયા ખાતે આવેલ ટ્રાન્સસ્ટેડીયા સ્ટેડિયમની મુલાકાત લેવામાં આવતા વર્લ્ડકપની કેટલીક મેચ અમદાવાદમાં રમાય તેવી શક્યતાઓ વધી છે.

  અન્ડર 17 મહિલા ફૂટબોલ વર્લ્ડકપ માટે ફિફાના રિપ્રેઝન્ટેટિવ દ્વારા ગાંધીનગર ખાતે સચિવ સ્તરે બેઠક યોજાઈ હતી. ત્યારબાદ તેમણે સ્ટેડિયમની મુલાકાત પણ લીધી હતી.

   સેમી ફાઇનલ સહિતની કેટલીક મેચો અમદાવાદમાં યોજાય તેવી તૈયારી ઓફિશિયલ્સ દ્વારા દર્શાવવામાં આવી છે. ફિફાની જરૂરિયાત અંગે ગાંધીનગરના અધિકારીઓએ મદદ કરવાની તૈયારી બતાવી છે. અંગે પ્રાથમિક તબક્કે વિચારણા ચાલી રહી છે.

   પ્રકારનું આયોજન થાય તો અમદાવાદ શહેર આંતરરાષ્ટ્રીય સ્તરની ફૂટબોલ ટુર્નામેન્ટનું યજમાન બનશે અને ફૂટબોલને પણ શહેરમાં પ્રોત્સાહન મળશે

(10:42 pm IST)
  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST

  • મમતા બેનર્જીએ કહ્યું ભગવા પહેરેલ ગુંડાઓએ જે હિંસા કરી એ બાબરી મસ્જિદ તોડી પાડવા જેવી હતી :અમિતભાઇ શાહના રોડ શો દરમિયાન હિંસા બાદ ચૂંટણી આયોગે કરેલ કાર્યવાહી અંગે મમતાએ કહ્યું કે ભાજપના ઈશારે ચૂંટણી આયોગે નિર્ણંય કર્યો :આ નિર્ણંય ચૂંટણી અયોગનો નહીં પરંતુ મોદી અને શાહે લીધો ;ચૂંટણી અયોગનો નિર્ણંય ગેરબંધારણીય છે access_time 1:23 am IST

  • ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પૂતળાના ભાંગી ગયેલ ટૂકડાઓ સાથે પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નજરે પડી રહ્યા છેઃતેઓ આજે વિદ્યાસાગર કોલેજે આ ટૂકડાઓ સાથે ગયા હતા access_time 3:36 pm IST