Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

યુવરાજને મળશે કોઈ ખરીદદાર?

આજે જયપુરમાં થનારી IPLની ૧૨મી સીઝનની હરાજીમાં ૩૬૬ ખેલાડીઓ માટે લાગશે બોલીઃ ૧૬ ૨૦૧૫માં ત્ભ્ન્ની હરાજીમાં યુવરાજ સિંહ આટલા કરોડ રૂપિયામાં ખરીદાયો હતો

આજે જયપુરમાં આઈપીએલ ૧૨મી સીઝન માટેની હરાજી થશે જેમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓની બોલી બોલાશે. આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોટી બોલી જેના નામ પર બોલાઈ હતી એ યુવરાજ સિંહની શાખ હરાજીમાં દાવ પર હશે. આ વર્ષે થનારા વર્લ્ડ કપને જોતાં વિવિધ ટીમોની નજર વિદેશી ખેલાડીઓની હાજરી પર પણ છે. યુવરાજ સિંહ જયારે ફોર્મમાં હતો ત્યારે તેના માટે ૧૬ કરોડ રૂપિયાની બોલી બોલાઈ હતી, પરંતુ ગઈ સીઝનમાં પંજાબે તેને અને ક્રિસ ગેઇલને બેઝ પ્રાઇસના આધારે બે કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. ગેઇલે પોતાના પ્રદર્શનથી ટીમનો વિશ્વાસ જીત્યો હતો તો યુવરાજ સિંહે આઠ મેચમાં માત્ર ૬૫ રન જ બનાવી શકયો હોવાથી ટીમે તેને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ વખતે કોઈ પણ ભારતીય ક્રિકેટરને હરાજી માટે બે કરોડ રૂપિયાના બેઝ પ્રાઇસની યાદીમાં જગ્યા નથી મળી. આ હરાજીમાં કુલ ૩૬૬ ક્રિકેટરો ભાગ લેશે. ક્રિકેટ-ર્બોડના જણાવ્યા પ્રમાણે હરાજીમાં કુલ ૧૦૦૩ ખેલાડીઓએ નામ નોંધાવ્યાં હતાં, પરંતુ આઠ ટીમોએ પોતાની પસંદગીના ખેલાડીઓની યાદી આપતાં આ નામોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

બ્રેન્ડન મેકલમ, ક્રિસ વોકસ, લસિથ મલિન્ગા, શોન માર્શ, કોરી એન્ડરસન, એન્જેલો મેથ્યુઝ, સેમ કરેન અને ડી આર્સી શોર્ટની બે કરોડ રૂપિયા બેઝ પ્રાઇઝ છે. ગયા વર્ષે ભારતીય ખેલાડીઓ વચ્ચે સૌથી વધુ ૧૧ કરોડ ૫૦ લાખ રૂપિયાની બોલી લગાડાઈ હતી એવા ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ પણ એવા ખેલાડીઓની યાદીમાં સામેલ છે જેની બેઝ પ્રાઇઝ ૧.૫ કરોડ રૂપિયા છે. ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અને અક્ષર પટેલ ઉપરાંત વૃદ્ઘિમાન સહાની બેઝ પ્રાઇઝ એક કરોડ રૂપિયા છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની બેઝ પ્રાઇઝ પણ એક કરોડ રૂપિયા છે.(૩૦.૫)

 

(2:39 pm IST)