Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

મોહમ્મદ શમી યો - યો ટેસ્ટમાં પાસ

પોતાની પત્નિ સાથેનો વિવાદ અને ખરાબ ફીટનેસને કારણે ચર્ચામાં રહેલા ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે એક રાહતના સમાચાર છે. તે ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે જરૂરી ફિટનેસ ટેસ્ટ યો-યો ટેસ્ટમાં પાસ થઈ ગયો છે. બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં આ ટેસ્ટ પાસ કરી હતી. શમીને ખરાબ ફીટનેસને કારણે જ અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો. હવે જોવાનું એ છે કે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં તેની પસંદગી થશે કે નહિં.

(3:50 pm IST)