Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

IPL -2018 :રોમાંચક મેચમાં પંજાબનો ત્રણ રને પરાજય :મુંબઈ ઇન્ડિયનનો શાનદાર વિજય ;પોલાર્ડે 23 બોલમાં ફિફટી ફટકારી :

મુંબઈના 187 રનના ટાર્ગેટ સામે પંજાબની ટીમે 5 વિકેટે 183 રન બનાવ્યા

મુંબઈ :IPL11ની 50મી મેચમાં મુંબઈ ઈન્ડિન્સે કિંગ્સ ઈલેવન પંજાબને 3 રને હરાવ્યું છે મુંબઈએ આપેલા 187 રનના ટાર્ગેટ સામે પંજાબ 20 ઓવરમાં 5 વિકેટે 183 રન જ બનાવી શકી હતી પંજાબ તરફથી કે એલ રાહુલે શાનદાર 94 રનની ઈનિંગ રમી હતી જોકે તે ટીમને જીત અપાવી શક્યો નહીં. આ જીત સાથે મુંબઈ પોઈન્ટ ટેબલમાં 14 અંક સાથે ચોથા સ્થાને પહોંચી ગઈ છે.

    પંજાબે ટૉસ જીતીને મુંબઈને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઈના ઓપનર્સે આક્રમક શરૂઆત કરી હતી પણ તેને લાંબો સમય ટકાવી શક્યા નહોતા. ચોથી ઓવરમાં ઈવિન લુઈસ (9), છઠ્ઠી ઓવરમાં ઈશાન કિશન (20) અને સૂર્યકુમાર યાદવ(27) અને નવમી ઓવરમાં કેપ્ટન રોહિત શર્મા (6)ની વિકેટ પડતા મુંબઈની હાલત નાજુક થઈ ગઈ હતી. પાંચમા ક્રમે બેટિંગમાં આવેલા કૃણાલ પંડ્યા (32) અને છઠ્ઠા ક્રમે આવેલા કેરોન પોલાર્ડ (50) ઉપયોગી ઈનિંગ રમી ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. પોલાર્ડે માત્ર 23 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી ફીફ્ટી પૂરી કરી હતી. તેની આ આક્રમક ઈનિંગની મદદથી મુંબઈએ 20 ઓવરના અંતે 8 વિકેટે 186 રનનો સ્કોર બનાવ્યો હતો. પંજાબ તરફથી એન્ડ્રયૂ ટાઈએ શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 16 રન આપી 4 વિકેટ ઝડપી હતી.

   187 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા પંજાબના ઓપનર કે એલ રાહુલ અને ક્રિસ ગેઈલે ટીમને સારી શરૂઆત અપાવી હતી. જોકે, ગેઈલ લાંબી ઈનિંગ રમી શક્યો નહોતો અને 18 રન બનાવી આઉટ થયો હતો. ત્રીજા ક્રમે આવેલા એરોન ફિન્ચે રાહુલને પૂરેપૂરો સાથ આપ્યો હતો અને બંને બીજી વિકેટ માટે 111 રનની ભાગીદારી નોંધાવી હતી. 145 રનના સ્કોરે બીજી વિકેટ ગુમાવ્યા બાદ પંજાબે યુવરાજને બદલે માર્કસ સ્ટોઈનિસને ચોથા ક્રમે ઉતાર્યો હતો જે માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. બીજી તરફ કે એલ રાહુલે એકલા હાથે ટીમને જીતાડવાની જવાબદારી ઉઠાવી લીધી અને લાગતું હતું કે પંજાબ આરામથી મેચ જીતી લેશે. જોકે, એક મિસ ટાઈમ શૉટમાં તે આઉટ થતા પંજાબ મુશ્કેલીમાં આવી ગયું હતું. છેલ્લી ઓવરમાં પંજાબને જીતવા માટે 17 રનની જરૂર હતી.

(12:40 am IST)
  • વારાણસીમાં નવનિર્માણાધીન ફ્લાઇઓવરનો એક ભાગ તૂટી પડ્યો :દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 થયો : 30થી વધુ ઘાયલ : 50 લોકો દબાયાની આશંકા :કેટલાક ગાડીઓ પણ તેમાં દબાયેલી છે.: કેન્ટ રેલવે સ્ટેશનની નજીક દુર્ઘટનામાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટુકડી દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ :મુખ્યમંત્રી યોગીએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારને 5 લાખ અને ઇજાગ્રસ્તોને 2 લાખનું વળતરની જાહેરાત કરી. access_time 1:02 am IST

  • કર્ણાટકમાં કોંગ્રેસ - જેડીએસ ધારાસભ્યો રાજભવન પહોંચ્યા : ઓળખ પરેડની ના પાડી દેવાઈ કર્ણાટકમાં કોંગ્રેસ - જેડીએસના ગઠબંધને સરકાર રચવાના દાવા સાથે આજે બપોર બાદ તેના ધારાસભ્યોની ફૌજ લઇ રાજભવન પહોંચ્યા હતા : માત્ર ૧૦ ધારાસભ્યોને રાજભવનમાં પ્રવેશ આપવા સહમતી : ઓળખ પરેડની મનાઇ ફરમાવી દેવાઈ access_time 6:09 pm IST

  • બીટકોઈન તોડ મામલો:CID ક્રાઇમની સૌથી મોટી કાર્યવાહી:નલિન કોટડીયા વિરુદ્ધ લુકાઆઉટ નોટિસ જારી:દેશભર ના એરપોર્ટને જાણ કરાઈ:નલિન કોટડીયાની મિલકત પણ કરાશે જપ્ત: બીટકોઈન કેસ માટે રચાયેલ SIT ની મળી મેગા મિટિંગ:CID ક્રાઇમના DG આશિષ ભાટિયાની અધ્યક્ષતામાં મળી મિટિંગ :DIG, SP, 2 DYSP, 2 PI, PSI અને સાયબર એક્સપર્ટ મિટિંગમાં હાજર:નવી એફ આઈ આર નોંધવા માટે ઘડાઈ રણનીતિ:ટૂંક સમયમાં CID કરી શકે છે નવો ધડાકો:નલિન કોટડીયા ના લોકેશન માટે પણ કરાઈ ચર્ચા access_time 12:19 am IST