Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

મારા પિતા બે દિવસ સુધી ખેલગાંવની બહાર બેસી રહ્યા, અડધી કલાકની ઉંઘ પણ લીધી ન હતી

મારા પિતા માટે હું કોઈની પણ સામે લડી શકુ : સાયનાઃ મને અગાઉ કહેવામાં આવ્યુ હતું કે તમામ વ્યવસ્થા થઈ ગઈ છે, જો મને જાણ કરવામાં આવી હોત તો હું અગાઉ જ રૂમ બુક કરાવી નાખત

બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલે પી.વી.સિંધુને હરાવી ગોલ્ડમેડલ જીતી લીધો. જીત બાદ પિતાના મામલે થયેલા વિવાદ અંગે સાયના નેહવાલે કહ્યુ કે હું મારા પિતા માટે કોઈની પણ સાથે લડી શકુ છું. લોકોનું કહેવુ છે કે મેં મારા પિતાને લઈને વિવાદ કર્યો પણ એવુ નથી તો હું દેશ માટે મેડલ જીતી શકી ન હોત.

ખેલગાંવમાં પ્રવેશ અંગે મને કહેવામાં આવ્યુ કે તમામ વ્યવસ્થા થઈ ગઈ છે. પરંતુ એ કરવામાં આવી ન હતી. જો મને અગાઉ ખબર હોત તો હું મારા પિતા માટે રૂમ બુક કરી નાખત. તેને મારા અંગત કોચનો પત્ર મળ્યો હતો. લાંબા પ્રવાસમાં મારે વિવાદમાં ઝઝૂમવુ પડ્યુ જેના લીધે મારૂ ધ્યાન ભંગ થયુ. હું ખૂબ જ તનાવમાં રહી હતી. હું બે દિવસથી સુઈ શકી ન હતી અને હું કોઈ સરકારી અધિકારી નથી, કે ત્રણ - ચાર કલાક બેસી રહુ. હું એક ખેલાડી છું અમારે મેચ રમવાના હોય છે. સિંધુ ટીમની સ્પર્ધામાં રમતી ન હતી અને મારે સારૂ પ્રદર્શન કરવાનુ હતું.

સાયનાએ કહ્યુ કે મારા પિતા બે દિવસ સુધી ખેલગાંવની બહાર બેસી રહ્યા. આવા તનાવ પૂર્ણ વાતાવરણમાં લડવુ જરૂર હતું. આરામની પણ જરૂર હતી. વિખ્યાત ટેનિસસ્ટાર રોજર ફેડરર કહે છે કે દિવસમાં તે ૧૦-૧૨ કલાક ઉંઘ લ્યે છે અને હું અડધી કલાકની પણ ઉંઘ કરી ન શકી કારણ કે મારા પિતા બહાર બેઠા હતા.(૩૭.૭)

(12:52 pm IST)