Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

આઈપીએલથી યુવા ખેલાડીઓને તક મળે છે: દિનેશ કાર્તિક

નવી દિલ્હી: ભારતીય ટીમના બેટ્સમેન દિનેશ કાર્તિકએ કહ્યું કે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાથી યુવા ખેલાડીઓને તક મળે છે જેમાં તે પોતાનું સારું ફોર્મ મેદાનમાં રજૂ કરી શકે.

જાન્યુઆરીથી આઈપીએલમાં ખેલાડીઓની બોલી લાગવાની છે તો અવસર પર ભારતીય બેટ્સમેન દિનેશ કાર્તિકને પૂછવામાં આવ્યું કે આઈપીએલથી શું ક્રિકેટરોને ફાયદો થાય છે? તો તેને જવાબમાં કહ્યું કે તેનાથી યુવા ખેલાડીઓને સારી આવી તક મળે છે પોતાનો ફોર્મ રજૂ કરવા માટે અને મેદાન પર તેઓ સારો સ્કોર પણ બનાવી શકે છે. આઇપીએલ રમવાનો અનુભવ પણ કામ લાગે છે.

(5:45 pm IST)