Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

૩૮ વર્ષે પણ હું ઇમ્પ્રૂવ કરવાનો પ્રયાસ કરૃં છું: રોજર ફેડરર

બ્યુનોસ એર્સ તા. ર૦: ટેનિસ જગતનો લેજન્ડ રોજર ફેડરર અનેક વખત પોતાની આગવી સ્ટાઇલથી લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષતો રહે છે. ૩૮ વર્ષે પણ પોતાનામાં ઇમ્પ્રૂવમેન્ટ લાવવાનો તે પ્રયાસ કરે છે. એક પ્રેસ-કોન્ફરન્સમાં પોતાની ગેમ વિશે વાત કરતાં ફેડરરે કહ્યું હતું કે 'મને નથી ખબર કે હું આગળ હજી કેટલું રમી શકીશ. મારી ધારણા પ્રમાણે હું કદાચ ૩૮-૩૯ વર્ષ સુધી રમી શકશી. મને ખુશી છે કે હું આજે અહીં છું અને હજી બે વર્ષ જેટલું રમી શકીશ.'

ટેનિસજગતમાં ફેડરર, જોકોવિચ અને નડાલ જેવા દિગ્ગજો સાથે પણ તે અનેક વાર રમી ચૂકયો છે. સ્વિટ્ઝરલેન્ડના દુનિયાના નંબર-થ્રી પ્લેયર ફેડરરનું કહેવું છે કે 'દરેક પ્લેયર પોતાની એક અલગ ટેલન્ટ લઇને ગમમાં આવે છે, કોઇક મૂવમેન્ટમાં, કોઇક પાવરમાં તો કોઇક વ્યૂહાત્મક વલણ અપનાવે છે. તેમને જોઇને મને હંમેશા લાગે છે કે હું હજી પણ ઇમ્પ્રૂવ કરી શકું છું. હું જયારે કોઇ જગ્યાએ રમવા જાઉં છું ત્યારે માત્ર રમવા માટે નથી જતો, હું એને એન્જોય કરૃં છું અને નવી વસ્તુઓને અમલમાં મૂકવાનો પ્રયાસ કરૃં છું. અમે દરેક પ્લેયર એકબીજા સામે હારીએ છીએ, પણ સાથે-સાથે અમે કોઇપણ ખેલાડી રિટાયર થવાનું પણ ઇચ્છતા નથી. અમે બધા એ જ ઇચ્છીએ છીએ કે બસ, શકય હોય એટલું રમતા રહીએ.

હજુ બે વર્ષ રમી શકું તેટલી સ્ટેમીનાઃ રદેક ખેલાડી એક અલગ ટેલેન્ટ લઇને મેદાનમાં આવતો હોય છે.

(4:12 pm IST)