Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

કોલકાતા ટેસ્ટ : જીતની નજીક પહોંચીને ભારત વંચિત જ રહ્યું

કોલકાતા ટેસ્ટ મેચ આખરે ડ્રો જાહેર કરાઈ : ૨૩૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાએ ૭૫ રનમાં સાત વિકેટ ગુમાવી : ભુવનેશ્વર કુમારનો ફરીવાર તરખાટ

કોલકાતા, તા. ૨૦ : કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ આજે ડ્રોમાં પરિણમી હતી. ભારતીય ટીમ જીતની બિલકુલ નજીક પહોંચીને જીતથી વંચિત રહી જતા ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. પાંચમા અને અંતિમ દિવસે જ્યારે ખરાબ રોશનીના કારણે રમત રોકી દેવામાં આવી ત્યારે ભારતે ખુબ મજબુત સ્થિતી મેળવી લીધી હતી. શ્રીલંકાએ સાત વિકેટ ૭૫ રનમાં ગુમાવી દીધી હતી. ૨૩૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની ટીમ ભારે મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. પ્રથમ ઇનિગ્સમાં ચાર વિકેટ ઝડપનાર ભુવનેશ્વર કુમારે બીજી ઇનિગ્સમાં પણ ચાર વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સામીએ બે અને ઉમેશ યાદવે એક વિકેટ ઝડપી હતી. બીજી ઇનિગ્સમાં શ્રીલંકાની શરૂઆત નિરાશાજનક રહી હતી. પ્રથમ ઓવરમાં જ ભુવનેશ્વર કુમારે સમરવિક્રમાને બોલ્ડ આઉટ કરીને શ્રીલંકન છાવણીમાં ખળભળાટ મચાવી દીધો હતો. ગઇકાલે રવિવારે પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે રમત બંધ રહી ત્યારે ભારતે તેના બીજા દાવમાં એક વિકેટ ગુમાવીને ૧૭૧ રન બનાવ્યા હતા. કેએલ રાહુલ ૭૩ રન સાથે રમતમાં હતો. આજે ભારતે પોતાની ઇનિગ્સને આગળ વધારી હતી. કોહલીએ પોતાની ટેસ્ટ કેરિયરની ૧૮મી સદી ફટકારી હતી. કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૦મી સદી ફટકારી દીધા બાદ ભારતે પોતાની ઇનિગ્સ ડિકલેર કરી હતી. રાહુલ ૭૯ રન કરીને આઉટ થયો હતો. ભારતે આઠ વિકેટ ગુમાવીને ૩૫૨ રન કર્યા હતા. કોહલી ૧૦૪ રન કરીને અણનમ રહ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે મેચોની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ૨૪ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતે આઠ ટેસ્ટ મેચો જીતી છે. આઠ ટેસ્ટ મેચો ડ્રો થઇ છે. આઠ ટેસ્ટ મેચોમાં ભારતની પણ હાર થઇ છે. એકંદરે ૨૪ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે. વિરાટ કોહલી શૂન્ય રનમાં આઉટ થતાં ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. આઈસીસી ટેસ્ટ રેંકિંગની વાત કરવામાં આવે તો ભારત નંબર વન પર અને શ્રીલંકા છઠ્ઠા ક્રમાંકે છે. હેડ ટુ હેડની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ખુબ રોમાંચક ઇતિહાસ રહ્યો છે. ૨૦મી ઓગસ્ટ ૨૦૧૫ અને ૧૪મી ઓગસ્ટ ૨૦૧૭ વચ્ચેના ગાળામાં છેલ્લી પાંચ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતની જીતનો દેખાવ શાનદાર રહ્યો છે. બીજી બાજ ભારતમાં શ્રીલંકા સામે ૧૭ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે જે પૈકી ભારતે ૧૦ ટેસ્ટ મેચોમાં જીત મેળવી છે જ્યારે બાકીની સાત ટેસ્ટ મેચો ડ્રોમાં પરિણમી છે. ભારતીય ટીમ હાલમાં ખુબ શાનદાર દેખાવ કરી રહી છે. બીજી બાજુ શ્રીલંકન ટીમ પણ હાલમાં યુએઇમાં પાકિસ્તાન સામે સારો દેખાવ કરીને અહીં પહોંચી છે.  અત્રે નોંધનીય છે કે પ્રથમ દિવસે ખુબ ઓછી રમત શક્ય બન્યા બાદ બીજા દિવસે પણ ઓછી રમત શક્ય બની હતી.વરસાદના કારણે બીજા દિવસે પણ નિરાશાજનક સ્થિતિ રહી હતી. મોડેથી રમત શરૂ થઇ હતી અને ૧૧.૫ ઓવરની રમત જ શક્ય બની હતી.પ્રથમ દિવસે ગુરુવારે વરસાદના પરિણામ સ્વરુપે માત્ર ૧૧.૫ ઓવરની રમત શક્ય બનતા ક્રિકેટ ચાહકો ભારે નિરાશ થયા હતા. 

કોહલીની ૫૦ સદી.....

ોલકાતા, તા. ૨૦ : આંતરરાષ્ટ્રીય મેચોમાં વિરાટ કોહલીએ વધુ એક વિરાટ સિદ્ધિ મેળવી લીધી છે. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ૫૦મી સદી ફટકારી હતી. કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં ૧૮મી સદી ફટકારી હતી. આ ઉપરાંત પણ કોહલીએ કેટલીક નવી સિદ્ધિ મેળવી હતી. ઇડન ગાર્ડન પર કોહલીએ પ્રથમ સદી ફટકારી હતી. આ ઉપરાંત ભારતના કેપ્ટન તરીકે સુનિલ ગાવસ્કરના સૌથી વધુ ૧૧ સદી ફટકારવાના રેકોર્ડની પણ કોહલીએ બરોબરી કરી હતી. સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦ સદીનો રેકોર્ડ બનાવ્યો છે. વિરાટ કોહલી હવે અડધે સુધી પહોચી ગયો છે. તમામ ક્રિકેટ ચાહકો નક્કરપણે માને છે કે, વિરાટ કોહલી સચિન તેંડુલકરના રેકોર્ડને સરળતાથી તોડી દેશે.

સ્કોરબોર્ડ : કોલકાતા ટેસ્ટ

ભારત પ્રથમ દાવ : ૧૭૨

શ્રીલંકા પ્રથમ દાવ : ૨૯૪

ભારત બીજો દાવ :

 

 

કેએલ રાહુલ

બો. લકમલ

૭૯

ધવન

કો. ડિકવિલા બો. શનાકા

૯૪

પુજારા

કો. પરેરા બો. લકમલ

૨૨

કોહલી

અણનમ

૧૦૪

રહાણે

એલબી બો. લકમલ

૦૦

જાડેજા

કો. થિરિમાને બો. પરેરા

૦૯

અશ્વિન

બો. શનાકા

૦૭

સહા

કો. સમરવિક્રમા બો. શનાકા

૦૫

ભુવનેશ્વર

કો. પરેરા બો. ગમાઝ

૦૮

સામી

અણનમ

૧૨

વધારાના

 

૧૨

કુલ

(૮૮.૪ ઓવરમાં ૮ વિકેટે ડિક)

૩૫૨

પતન  : ૧-૧૬૬, ૨-૧૯૨, ૩-૨૧૩, ૪-૨૧૩, ૫-૨૪૯, ૬-૨૬૯, ૭-૨૮૧, ૮-૩૨૧

બોલિંગ : લકમલ : ૨૪.૪-૪-૯૩-૩, ગમાજે : ૨૩-૨-૯૭-૧, શનાકા : ૨૨-૧-૭૬-૩, પરેરા : ૧૩-૨-૪૯-૧, હૈરાથ : ૬-૧-૨૯-૦

શ્રીલંકા બીજો દાવ :

સમરવિક્રમા        બો. ભુવનેશ્વર                ૦૦

કરુણારત્ને          બો. સામી                    ૦૧

થીરીેમાને         કો. રહાણે  બો. ભુવનેશ્વર    ૦૭

મેથ્યુસ             એલબી બો. યાદવ           ૧૨

ચાંડીમલ           બો. સામી                    ૨૦

ડિકવિલા           એલબી બો. ભુવનેશ્વર        ૨૭

શનાકા             અણનમ                     ૦૬

પરેરા              બો. ભુવનેશ્વર                ૦૦

હૈરાથ              અણનમ                     ૦૪

વધારાના                                        ૦૨

કુલ                (૨૬.૩ ઓવરમાં ૭ વિકેટે)   ૭૫

પતન  : ૧-૦, ૨-૨, ૩-૧૪, ૪-૨૨, ૫-૬૯, ૬-૬૯, ૭-૭૫

બોલિંગ : ભુવનેશ્વર : ૧૧-૮-૮-૪, સામી : ૯.૩-૪-૩૪-૨, ઉમેશ :૫-૦-૨૫-૧, જાડેજા : ૧-૦-૭-૦

 

(7:32 pm IST)