Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

કોહલીએ આંતરરાષ્ટ્રીય સેન્ચ્યુરીમાં પુરી કરી ફિફટી

નવી દિલ્હી: ભારતીય રન મશીન વિરાટ કોહલીના બેટ દિવસેને દિવસે રનોની ઝડપ વધારી રહ્યો છે. પહેલા વનડેમાં અને હવે ટેસ્ટ ક્રિકેટમાં કોહલીએ પોતાના બેટનો જાદુ બતાવ્યું છે. ભારતીય કેપ્ટ્ન વિરાટ કોહલીએ આજની મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 50 શતક પુરા કર્યા છે.આંતરરાષ્ટ્રીય ક્રિક્ટમાં 100 શતક ફટકારનાર મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો રેકોર્ડ રોડવાના નજીકમાં વિરાટ પહોંચી રહ્યો છે.

શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે વિરાટ કોહલીએ ઈડન ગાર્ડનમાં નાબાદ 104 રન બનાવીને 50મી આંતરરાષ્ટ્રીય શતક બનાવી લીધી છે. વિરાટની 61મી ટેસ્ટમાં 18મી સેન્ચ્યુરી છે. જયારે 202 વનડેમાં 32 સેન્ચ્યુરી ફટકારી છે.

 

(5:33 pm IST)