Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

અંડર-19 એશિયા કપ અફગાનિસ્તાનના નામે

નવી દિલ્હી: ઈકરામ ફેજીના નાબાદ 107 રનની પારી તથા મુજિબ જારદાનના 13/5 ના શાનદાર પ્રદર્શનના પરિણામે અફગાનિસ્તાને અંડર-19 ટીમના ફાઇનલમાં પાકિસ્તાનને 185રનોથી માત આપીને અંડર-19 એશિયા કપનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે.

કિનરારા એકેડમી ઓવલ મેદાનમાં રમાયેલ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલ અફગાનિસ્તાન ટીમે સાત વિકેટના નુકશન પર 249 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમે માત્ર 63 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી.

 

(5:32 pm IST)