Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

ફૂટબોલને અલવિદા કહેતા પહેલા જાણો શું છે દિગ્ગ્જ ખેલાડી રોનાલ્ડોની ઈચ્છા

નવી દિલ્હી: પુર્તગાલના સ્ટાર ફૂટબોલર ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ફૂટબોલ જગતને અલવિદા કહેતા પહેલા સાત 'બાલોન ડી ઓર' ખિતાબ જીતવાની ઈચ્છા ધરાવે છે.

રિયલ મેડ્રિડના 32 વર્ષીય ખેલાડીના નામે ચાર બાલોન ડી ઓર ખિતાબ છે જે તેને પોતાના 15 વર્ષના કેરિયરમાં મેળવ્યા છે.

તાજેતરમાં ચોથા બાળકના પિતા બનેલ રોનાલ્ડો આનાથી સંતુષ્ટ નથી તેને તો હજુ ત્રણ બાલોન ડી ઓર અને પુરસ્કાર જીતવાની ઈચ્છા છે. અરે આટલું નથી તેની તો સાત બાળકના પિતાની પણ બનવાની ઈચ્છા છે અને સાત વખત બાલોન ડી ઓર ખિતાબ પોતાના બાળકોના નામે કરવાનો છે.

 

(5:32 pm IST)