Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

મુંબઈની યુવતી સાથે લગ્ન કરશે હાર્દિકનો મોટોભાઈ કૃણાલ પંડ્યા

ઈન્ડિયન  પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો ઓલરાઉન્ડર અને હાર્દિક પંડ્યાનો મોટાભાઈ કૃણાલ બહુ જલદી લગ્ન કરશે. તે મુંબઈની યુવતી પંખુડી શર્મા સાથે ૨૭ ડિસેમ્બરે સાતફેરા ફરશે. આ સમારોહમાં ભારતીય ટીમના ક્રિકેટરો સહિત ઘણી જાણીતી હસ્તીઓ હાજર રહેશે. પંડ્યા બ્રધર્સના પપ્પા હિમાંશુ પંડ્યાએ કહ્યું હતું કે લગ્નને કારણે પરિવારના તમામ સભ્યો ઘણા ખુશ છે અને તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે. લગ્ન માટે અંદાજે ૧૦૦૦ લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યાં છે. કૃણાલની થનારી પત્ની પંખુડી શર્મા ફિલ્મ-માર્કેટિંગ સાથે સંકળાયેલી છે. આ વર્ષે આઈપીએલ દરમ્યાન કૃણાલ અને પંખુડીના ફોટોગ્રાફસ વાઈરલ થયા હતા.

 

(11:43 am IST)