Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

અનુરાગ ઠાકુરનો મેચ-ફીકિસંગ માટે ૧૦ વર્ષની સજાનો પ્રસ્તાવ

હાલમાં ભારતીય કાયદાઓમાં એવી કોઈ વ્યવસ્થા નથી જેના આધારે મેચ ફિકસીંગ કે અન્ય ગુનાઓના વિશેષ અપરાધિક મામલામાં સમાવેશ થતો હોય

ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભાજપના સંસદસભ્યે પોતાના એક પ્રાઈવેટ બિલમાં મેચ-ફિકિસંગ માટે ઓછામાં ઓછી ૧૦ વર્ષની સજા અને આ મામલે દંડની રકમમાં પાંચ ગણો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકયો છે. આ પ્રાઈવેટ બિલ સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. એમાં એવો પ્રસ્તાવ છે કે આવી ઘટનાઓ રોકવા માટે સ્પોર્ટ્સ ફેડરેશનો માટે એક નિયામક સંસ્થાની રચના કરવામાં  આવે જેની પાસે આ મામલે દીવાની અદાલત પણ હોય.

પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે મેચ-ફીકિસંગમાં દોષી સાબિત થયેલી કોઈપણ વ્યકિતને સખત જેલની સજા કરવામાં આવે જે ૧૦ વર્ષ કરતાં ઓછી ન હોય તેમ જ જે દંડ ફટકારવામાં આવે એ મેચ-ફિકિસંગમાં સંડોવાયેલી રકમનો પાંચ ગણો જેટલો હોય. પોતાના આ પ્રાઈવેટ બિલના ઉદ્દેશ વિશે વાત કરતાં અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે અત્યારે ભારતીય કાયદા ઓમાં એવી કોઈ વ્યવસ્થા નથી, જેના આધારે મેચ-ફિકિસંગ કે અન્ય ગુનાઓનો વિશેષ અપરાધિક મામલમાં સમાવેશ થતો હોય.

(11:43 am IST)