Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

દિલ્હી હાફ મૅરેથોન: મહિલા-પુરૂષ, બન્નેમાં ઇથિયોપિયાના રનર વિજયી

નવી દિલ્હી: અહીં ગઈ કાલે હવાના અભૂતપૂર્વ પ્રદૂષણના વિવાદ વચ્ચે ગઈ કાલે દિલ્હી હાફ મૅરેથોનયોજાઈ હતી જેમાં વર્લ્ડ ઍથ્લેટ ઑફ ધ યરઇથિયોપિયાની અલ્માઝ અયાનાએ મહિલાઓમાં અને તેના જ દેશના બેરહાનુ લેગેસે પુરૂષોમાં ચૅમ્પિયનપદ મેળવ્યું હતું.
એકંદરે, મહિલાઓ અને પુરુષો, બન્નેના ત્રણ-ત્રણ મળીને ટોચના છમાંથી પાંચ રનરો આફ્રિકાના ઇથિયોપિયા દેશના હતા.

ભારતીયોમાંથી મહિલાઓમાં એલ. સુરિયા (૧:૧૦:૩૧) પહેલા નંબરે આવી હતી, જ્યારે પુરૂષોમાં નીતેન્દ્રસિંહ રાવત (૧:૦૩:૫૩) પ્રથમ નંબરે આવ્યો હતો. બન્નેને ત્રણ-ત્રણ લાખનું પ્રથમ ઇનામ મળ્યું હતું.

 

(8:52 am IST)