Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

આ મહિલા નહિ પણ પુરૂષ અમ્પાયર છે

 રવિવારે આઈપીએલનો પહેલો મુકાબલો હેદરાબાદ અને કલકત્ત્।ા વચ્ચે થયો હતો જેમાં પ્લેયર કરતાં અમ્પાયર પશ્યિમ પાઠક લોકોના આકર્ષણનું કેન્દ્રબિંદુ બન્યા હતા. પોતાના લાંબા વાળની સ્ટાઇલને કારણે કેટલાક ક્રિકેટપ્રેમીઓને લાગ્યું કે કોઈક મહિલા અમ્પાયર ફીલ્ડ પર આવી છે, પણ પછી ખબર પડી કે આ કોઈ મહિલા નહીં, પુરૂષ છે અને જેમનું નામ પશ્ચિમ પાઠક છે. સોશ્યલ મીડિયા પર આ લુક એટલોબધો છવાયો કે કેટલાક યૂઝર્સે કહ્યું  કે પાઠકનો આ લુક ખતરનાક છે, તો વળી કેટલાકે કહ્યું કે તેમનો આ લુક ફિલ્મ 'રોકસ્ટાર'ના રણબીર કપૂરથી પ્રેરિત છે. નોંધનીય છે કે આ પહેલાં પણ પશ્ચિમ પાઠક અમ્પાયરિંગ કરી ચૂકયા છે અને ભારતીય ક્રિકેટ બોર્ડ તેમ જ મુંબઈ ક્રિકેટ અસોસિએશનના બેસ્ટ અમ્પાયરોમાંના તેઓ એક છે. આઇપીએલમાં ૨૦૧૪ અને ૨૦૧૫માં પણ તેઓ અમ્પાયરિંગ કરી ચૂકયા છે.

(2:44 pm IST)