Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ચોથી વનડેમાં શ્રીલંકાને 18 રનથી હરાવતું ઇંગ્લેન્ડ

ડકવર્થ લુઈસ નિયમથી 18 રને હરાવીને પાંચ મેચોની શ્રેણીમાં 3-0થી લીડ મેળવી

કેન્ડીઃ ઈંગ્લેન્ડે વરસાદથી પ્રભાવિત ચોથી વનડે મેચમાં શનિવારે અહીં યજમાન શ્રીલંકાને ડકવર્થ લુઈસ નિયમથી 18 રને હરાવીને પાંચ મેચોની શ્રેણીમાં 3-0થી અજેય લીડ મેળવી લીધી છે. 

ઈંગ્લેન્ડની સામે જીતવા માટે 274 રનનો લક્ષ્ય હતો. તેણે જ્યારે 27 ઓવરમાં બે વિકેટ પર 132 રન બનાવ્યા હતા ત્યારે વરસાદ આવ્યો અને ત્યારબાદ મેચ સંભવ ન થયો. ડકવર્થ લુઈસ પદ્ધતિથી ઈંગ્લેન્ડને તે સમયે બે વિકેટ પર 115 રનની જરૂર હતી. 

શ્રીલંકાએ આ પહેલા દાસુન શનાકા (66) અને ઓપનિંગ બેટ્સમેન નિરોશન ડિકવેલા (52)ની અડધી સદીની મદદથી સાત વિકેટ પર 273 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. જેસન રોય (45) એલેક્સ હેલ્સ (12)ની સાથે મળીને પ્રથમ વિકેટ માટે 52 રન જોડ્યા હતા. આ બંન્નેના આઉટ થયા બાદ જો રૂટ (અણનમ 32) અને કેપ્ટન ઇયોન મોર્ગન (અણમ 31) ઈનિંગને આગળ વધારી હતી. આ બંન્નેએ ત્રીજી વિકેટ માટે 56 રનની અણનમ ભાગીદારી કરી હતી. શ્રીલંકા તરફથી ઓફ સ્પિનર અકિલા ધનંજયે 27 રન આપીને બે વિકેટ ઝડપી હતી.

(8:13 pm IST)