Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

હવે વિરાટ કોહલીને આઈપીએલ ચેમ્પિયન બનાવશે શ્રીરામ: આરસીબીના કોચ તરીકે શ્રીધરન શ્રીરામની નિમણુંક કરાઈ

ભારતના ભૂતપૂર્વ ખેલાડી અને ઓસ્ટ્રેલીયાના સ્પીન બોલિંગ કોચ શ્રીધરન શ્રીરામને આરસીબીએ પોતાની ટીમમાં મહત્વની જવાબદારી છોપવામાં આવી છે. તે આરસીબીના બેટિંગ અને સ્પીન બોલિંગ કોચ તરીકે નિમણુક કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાની સફળતામાં શ્રીરામનો મોટો હાથ માનવામાં આવે છે. શંકર બાસુને આરસીબીની સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ તરીકે નિમણુક કરવામાં આવ્યા છે. ઇવાન સ્પીચલીને ટીમ ફીઝીયો બનાવવામાં આવ્યા છે. મેજર સૌમ્યદીપ ટીમ મેનેજર બનાવવામાં આવ્યા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નવા ક્રિકેટ ડાયરેક્ટર માઈક હેસન અને હેડ કોચ સાઈમન કેટીચે આશા વ્યક્ત કરી છે કે, આ વખતે તેમની ટીમ આઈપીએલ જીતવામાં સફળ રહેશે. માઈક હેસન મુજબ વિરાટ કોહલી આગેવાની સારી કરે છે અને ટીમને જુનુન અને યોગ્ય ભાવના સાથે આગળ લઇ જશે. જ્યારે કેટિચે જણાવ્યું છે કે, વિરાટ કોહલીનો રેકોર્ડ તેના વિષે બધું કહે છે.

(11:50 am IST)