Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

દિગ્ગજ ફૂટબોલર લાયોનલ મેસ્સીએ ૭મી વાર ગોલ્ડન બૂટનો એવોર્ડ જીત્યો

દિગ્ગજ ફૂટબોલર લાયોનલ મેસ્સી રોજે રોજ કોઈ સિદ્ધિ નોંધાવે છે : સ્પેનિશ ફૂટબોલ લીગમાં ૨૫ ગોલ સાથે ફરી મોખરે રહ્યો

વિક્ટોરિયા, તા. ૨૦ : ટોચના ફૂટબોલ સ્ટાર લાયોનલ મેસ્સી દરરોજ કોઈને કોઈ નવી સિદ્ધિ હાંસલ કરતો રહે છે. સ્પેનિશ ફૂટબોલ લીગમાં બાર્સેલોના અંતિમ રાઉન્ડમાં અલાવેસ સામે -૦થી જીત્યું હતું જેમાં મેસ્સીએ બે ગોલ નોંધાવ્યા હતા. સાથે તે એક સિઝનમાં સૌથી વધુ ગોલ નોંધાવવાની સિદ્ધિ હાંસલ કરીને ગોલ્ડન બૂટનો એવોર્ડ પણ જીતી ગયો હતો. એવોર્ડ તેણે સાતમી વાર હાંસલ કર્યો હતો.

લાયોનલ મેસ્સીએ સિઝનમાં ૨૫ ગોલ નોંધાવ્યા હતા જે તેના સૌથી નજીકના હરીફ કરીમ બેન્ઝેમા કરતાં ચાર ગોલ વધારે હતા. કરીમે ૨૧ ગોલ નોંધાવ્યા છે. કરીમ છેલ્લે રિયલ મેડ્રીડ અને લેગાનેસ વચ્ચેની -૨થી ડ્રો રહેલી મેચમા ગોલ કરી શક્યો હતો. મેસ્સી સાત અલગ અલગ સિઝનમાં સૌથી વધુ ગોલ કરનારો ખેલાડી બની ગયો છે. તેણે સિઝનમાં ૨૫ ગોલ નોંધાવ્યા હતા જે રેકોર્ડ છે. જોકે ગોલની સંખ્યા વધી શકી હોત પણ મેસ્સી સિઝનના પ્રારંભિક તબક્કામાં ઇજાન કારણે કેટલીક મેચોમાં રમી શક્યો હતો. આર્જેન્ટિનાના સુપર સ્ટાર ફૂટબોલરે વર્તમાન સિઝનમાં ૩૩ મેચમાં ૨૫ ગોલ નોંધાવ્યા હતા. સિઝનમાં કોરોનાને કારણે લગભગ ત્રણ મહિના સુધી એકેય મેચ રમાઈ હતી પરંતુ મેસ્સીએ તેનું ફોર્મ જાળવી રાખ્યું હતું.

(9:51 pm IST)