Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

વિશ્વકપ 2019 શરૂ થતા ભારત માટે સારા સમાચાર: કેદાર જાધવ ફિટ

નવી દિલ્હી: આઇપીએલમાં ઈજાગ્રસ્ત બનેલા ભારતીય ઓલરાઉન્ડર કેદાર જાધવે ફિટનેસ ટેસ્ટ પાસ કરી દીધો છે. સાથે જાધવની વર્લ્ડકપમાં રમવાની અનિશ્ચિતતાનો અંત આવી ગયો છે અને ટીમ ઈન્ડિયાના મેનેેજમેન્ટે પણ ભારે રાહતની લાગણી અનુભવી હતી. હવે કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા તારીખ ૨૨મી મે ના રોજ વર્લ્ડકપ માટે રવાના થશે, ત્યારે જાધવ પણ ટીમની સાથે જોડાશે.૩૪ વર્ષીય ઓલરાઉન્ડર જાધવને ચેન્નાઈ તરફથી રમતાં આઈપીએલની આખરી લીગ મેચમાં પંજાબ સામે રમતાં ઈજા થઈ હતી. બાઉન્ડ્રી નજીક ફિલ્ડિંગ ભરી રહેલા જાધવને ડાઈવ લગાવતા ખભાના ભાગે ઈજા થઈ હતી અને ત્યાર બાદ તેણે મેદાન છોડી દીધું હતુ. જાધવની ઈજા ગંભીર હોવાના અહેવાલો વહેતા થયા હતા. જોકે પસંદગીકારોએ તેના વિકલ્પોની તલાશ શરૃ કરતાં તેના વર્લ્ડકપમાં ભાગ લેવા અંગે પ્રશ્નાર્થ સર્જાયો હતો. પસંદગીકારોએ તો જાધવના સ્થાને ગુજરાતના ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને બેટ્સમેન રાયડુના નામ વહેતા મૂક્યા હતા. જોકે હવે જાધવ ફિટ થઈ જતા ભારતીય ટીમની ચિંતાનો અંત આવી ગયો છે.મુંબઈમાં ગઈકાલે જાધવનો ફિટનેસ ટેસ્ટ યોજાયો હતો. ભારતીય ક્રિકેટ ટીમના ફિઝિયો ફરહતે જાધવનો ફિટનેસ ટેસ્ટ લીધો હતો, જેમાં તેણે કેટલાક ટ્રેનિંગ સેશન્સમાં ભાગ લીધો હતો અને પછી તે ફિટ હોવાનો રિપોર્ટ પસંદગીકારોને મોકલાવ્યો હતો. 

(6:48 pm IST)