Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

હાર્દિક પંડ્યાને ધીમી ઓવેર બાબતે ફટકારવામાં આવ્યો 12 લાખનો દંડ

  નવી દિલ્હી: પંજાબ કિંગ્સ સામેની મેચમાં ધીમી ઓવર રેટ માટે મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. IPLએ ગુરુવારે આ જાણકારી આપી. બીસીસીઆઈએ એક નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ સિઝનમાં ટીમ મુંબઈની આ પહેલી ભૂલ હતી, તેથી આઈપીએલની આચાર સંહિતા મુજબ ઓછામાં ઓછી સજા આપવામાં આવી છે.જો મેચની વાત કરીએ તો 193 રનનો પીછો કરી રહેલા પંજાબ માટે આશુતોષ શર્માએ 25 બોલમાં 61 રનની તોફાની ઈનિંગ રમી હતી, પરંતુ તે પોતાની ટીમને જીત સુધી લઈ જઈ શક્યો ન હતો અને મુંબઈએ 9 રને મેચ જીતી લીધી હતી.MI અત્યારે સાત મેચમાંથી ત્રણ જીત સાથે પોઈન્ટ ટેબલ પર સાતમા સ્થાને છે.

 

(5:59 pm IST)