Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ભારતીય ટીમ ટેસ્‍ટના વર્લ્‍ડકપની ફાઇનલમાં ઓલમોસ્‍ટ પહોંચી ગઇ

સાઉથ આફ્રિકા આઉટઃ હવે ભારતે બેમાંથી એક જ ટેસ્‍ટ જીવતી પડશેઃ શ્રીલંકા માટે મુકામ મુશ્‍કેલ

નવી દિલ્‍હીઃ આગામી ૭ જુને વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશીપની ફાઇનલ માટેના બે ફાઇનલિસ્‍ટ અત્‍યારથી લગભગ નકકી થઇ ગયા છે અને એમાંનુ એક ભારત તથા બીજુ ઓસ્‍ટ્રેલીયા છે. વિજયી માર્જિન નોંધાવશે તો ત્રીજું દાવેદાર શ્રીલંકા આઉટ થઇ જશે. ભારત આખરી બેમાંની એક ટેસ્‍ટ ન જીતે તો પણ શ્રીલંકાએ ન્‍યુઝીલેન્‍ડને બન્ને ટેસ્‍ટમાં હરાવીને જીતી લેવી પડે જે સંભવ નથી લાગતું કારણકે શ્રીલંકાનો ન્‍યુઝીલેન્‍ડની પિચ પર રમવાનું છે.

ભારત ટેસ્‍ટના વર્લ્‍ડકપની ફાઇનલમાં ઓલમોસ્‍ટ પહોંચી ગયુ છે. ન્‍યુઝીલેન્‍ડ સામે એ હારી ગયુ હતુ

ભારતના અત્‍યારે પોઇન્‍ટ પર્સન્‍ટેજ ૬૪.૦૬ છે, જયારે ઓસ્‍ટ્રેલીયાના ૬૬.૬૭ છે. જો ભારત કાંગારૂઓ સામેની બાકીની બેમાંથી એક ટેસ્‍ટ પણ નહી જીતે

જો ભારત જીતશે તો એના પોઇન્‍ટ પર્સન્‍ટેજ ૫૬.૯૪ રહેશે. સામા છેડે શ્રીલંકા જો કિવીઓ સામે શ્રેણી જીતશે તો એના ૫૫.૫૫ પોઇન્‍ટ પર્સન્‍ટેજ ભારતના ૫૬.૯૪ કરતા ઓછા હશે એટલે ભારત ફાઇનલમાં પહોંચી જ જશે.

(5:04 pm IST)