Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

મોટેરાના સ્ટેડિયમથી ઈમ્પ્રેસ ગાંગુલી, કહ્યું આ મેદાન નિહાળવા હું ખૂબ જ આતુર છું

નવી દિલ્હી : અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ૨૪ ફેબ્રુઆરીએ અમેરીકન પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે ઉદ્દઘાટન થવાનુ છે. મોટેરામાં આવેલુ સરદાર પટેલ સ્ટેડિયમ જે રીનોવેટ થઈને તૈયાર છે એને જોવા ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસીડેન્ટ સૌરવ ગાંગુલી પણ ખૂબ આતુર છે. સ્ટેડિયમ માટેની પોતાની આતુરતા જણાવતા ગાંગુલીએ કહ્યું હતુ કે આ વિશાળ અને સુંદર સ્ટેડિયમ જોવા ઘણો આતુર છુ. અમદાવાદ, પ્લેયર, કેપ્ટન તરીકે આ ગ્રાઉન્ડ સાથે અનેક યાદો જોડાયેલી છે.

આ ગ્રાઉન્ડ હવે ૧,૧૦,૦૦૦ની ક્ષમતા ધરાવતુ થઈ ગયુ છે. ૨૪ તારીખે એને જોવા ઘણો આતુર છું. ૧૯૮૨માં આ સ્ટેડિયમ માટે ગુજરાત સરકારે ૫૦ એકર જમીન આપી હતી જે ૧૯૮૩માં બનીને તૈયાર થઈ ગયુ હતું. આ ગ્રાઉન્ડમાં અત્યાર સુધી એક ટી-૨૦, ૧૨ ટેસ્ટ અને ૨૪ વન-ડે રમાઈ છે.

(2:32 pm IST)